ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ડિગ્રી વેરિફિકેશન માટે મુંબઈ યુનિવર્સિટીને દર વર્ષે 20,000થી વધુ અરજીઓ પ્રાપ્ત થતી હોય છે. વેરિફિકેશનમાં ખાસ્સો એવો સમય જતો હોય છે. હવે જોકે ફક્ત બેથી ત્રણ દિવસમાં ડિગ્રીનું વેરિફિકેશન થઈ જશે. બુધવારે મુંબઈ યુનિવર્સિટીએ દસ્તાવેજોના વેરિફિકેશન માટે ઑનલાઇન પૉર્ટલ લૉન્ચ કર્યું હતું.
દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી પાસ થતા હોય છે. એમાંથી અમુક લોકો આગળ અભ્યાસ કરવા માટે વિદેશ જતા હોય છે. વિદ્યાર્થીઓને એ માટે પોતાની ડિગ્રી વેરિફાય કરવાની હોય છે. દર મહિને લગભગ 1500 જેટલી અરજી વેરિફિકેશન માટે આવતી હોય છે. એટલે વર્ષમાં લગભગ 20,000 અરજીઓ દસ્તાવેજ વેરિફિકેશન માટે આવતી હોય છે. એથી આ પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બને એ માટે મુંબઈ યુનિવર્સિટીએ આ પ્રક્રિયા ઑનલાઇન કરવાનો નિર્ણય લીધો હોવાનું યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ. સુભાષ પેડણેકરે કહ્યું હતું. ઑનલાઇન પ્રક્રિયા માટે 25 વર્ષ જૂના દસ્તાવેજોનુ ડિજિટલાઇઝેશનનું કામ પણ ચાલી રહ્યું છે.
આ કંપનીએ નવી મુંબઈમાં લૉન્ચ કર્યું પહેલું મોબિલિટી સ્ટેશન, ગ્રાહકોને મળશે આ ફાયદા; જાણો વિગત
વિદ્યાર્થીઓએ ઑનલાઇન દસ્તાવેજો વેરિફિકેશન કરાવવા માટે યુનિવર્સટીની www.mu.ac.in/emamination/online વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ એના પર ડિગ્રી સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો તેમણે અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ બે-ત્રણ દિવસમાં યુનિવર્સિટી એનું ચેકિંગ કરીને એનો રિપૉર્ટ વિદ્યાર્થીઓને ઈ-મેઇલથી મોકલશે.