ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
આજ-કાલ દેશમાં બિલ્ડિંગના નામે કોન્ક્રીટ જંગલો ઉભા થઇ રહ્યાં છે. તેથી પક્ષીઓને આકાશમાં સ્વચ્છંદ રીતે ઉડવા આકાશ મળતું નથી કે આશરો લેવા માળો પણ બનાવી શકતું નથી. જેનાં કારણે ધીમે-ધીમે પક્ષીઓની અમુક જાતિ લુપ્ત થતી જાય છે.
કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં એક જગ્યાએ એક અલગ જ જાતનું પક્ષી જોવા મળ્યું હતું. આ વાતની પુષ્ટિ કરતાં ન્યુઝ કન્ટીન્યુઝને ટેલિફોનિક ઈન્ટરવ્યુમાં ચારકોપના રહેવાસી મિલીબેન શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ અમારા વિસ્તારના ક્લસ્ટર એરિયામાં ઈજાગ્રસ્ત હાલતમાં એક ‛બેબી જાવા સ્પેરો’ ઉડતું-ઉડતું આવી ગયું હતું. એની પાછળ અમુક કાગડાઓ પડ્યા હતાં. જે તેને હેરાન કરતાં હતાં, કાગડાઓથી બચાવવા તેને યોગ્ય સ્થળ પર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મલાડની એક ગુજરાતી સંસ્થાના જયભાઈ શાહ આવીને ઈલાજ માટે લઈ ગયા હતા. જ્યાં સંસ્થા દ્વારા ‛બેબી જાવા સ્પેરો’ની યોગ્ય સારવાર કરવામાં આવી હતી. પછી પક્ષીને ચારકોપમાં લાવીને પાણી અને ચણ આપવામાં આવ્યું અને પક્ષી ઉડી શકે એવી હાલતમાં આવી જતાં આકાશમાં ઉડીને જતું રહ્યું હતું.”
બાળકો માટે સારા સમાચાર : આવતા મહિનાથી તેમને આ રસીના ડોઝ લાગશે; જાણો રસી વિશે
વધુમાં મિલીબેન શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ પક્ષી ખૂબ જ સુંદર હતું. તે જોઈને બધાને આનંદની અનુભૂતિ થઈ હતી. પક્ષીઓની અને પ્રકૃતિની હંમેશા સારસંભાળ રાખવી જોઈએ. કોઈ ઉડતું પક્ષી ઘરમાં આવે તો તેને અવશ્ય ચણ અને પાણી આપી આશરો આપવો જોઈએ.”