ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મુંબઈના ગીચ વિસ્તારોમાંના એક બોરીવલીના એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ ગાંજાવાલા સોસાયટીના સાતમા માળે લાગી છે. આગને કારણે સોસાયટી કૅમ્પસમાં હલચલ મચી ગઈ હતી. આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટેગોટાથી સમગ્ર વિસ્તાર કાળો થઈ ગયો છે. હાલમાં, ઘણા ફાયર ટેન્ડરો આગ બુઝાવવામાં લાગેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે સાંકડો રસ્તો હોવાના કારણે ફાયર ટેન્ડરોને આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ અકસ્માતમાં ફાયર બ્રિગેડનો એક અધિકારી ગંભીર રીતે દાઝી ગયો છે, તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેની જાહેરાત, આ સ્ટેશનોની વચ્ચે રહેશે ચાર કલાકનો નાઈટ બ્લોક ; જાણો વિગતે
હાલ ફાયર બ્રિગેડ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે. અધિકારીઓએ આસપાસની ઇમારતો ખાલી કરવાની સૂચના આપી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. શંકા છે કે શૉર્ટ સર્કિટના કારણે આ અકસ્માત થયો હોય. આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો જોતાં અંદાજો આવી જાય કે આગ કેટલી ભયંકર રીતે લાગી છે.
મુંબઈના બોરીવલીમાં સાત માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી, જુઓ વિડીયો… #mumbai #borivali #fire #residentalbuilding pic.twitter.com/4i4dvyFf1P
— news continuous (@NewsContinuous) September 4, 2021