મુંબઇને અડીને આવેલા થાણે વિસ્તારમાં ભારે વરસાદ પગલે રોક સ્લાઇડના કારણે 5 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ દુર્ઘટના થાણેના કલવા પૂર્વ વિસ્તારમાં ચર્ચ રોડ પરના ઘોલાઈ નગર સ્થિત દુર્ગા ચાળમાં થઈ હતી.
કલવા પોલીસ, આરડીએમસી, ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. બચાવ કામગીરીમાં બે લોકોનો બચાવ થયો છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
