ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ, 2021
ગુરુવાર
જમીનના સંપાદનમાં થયેલા વિલંબ સહિત જુદાં–જુદાં કારણોએ થાણે અને બોરીવલી વચ્ચે બનાવવામાં આવનારો અન્ડરગ્રાઉન્ડ ટનલ રોડની કિંમત 8 હજાર કરોડ રૂપિયાથી વધી ગઈ છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલને કારણે થાણેથી બોરીવલી માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે. હાલ જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે.
મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટીએ (MMRDA) થાણેમાં ટિકુજીની વાડીથી લઈને બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી ત્રણ-ત્રણ લેનની ટુ વે અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની છે. આ પ્રોજેક્ટની મૂળ કિંમત 3 હજાર કરોડ રૂપિયા હતી, પરંતુ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં થયેલા વિલંબને કારણે આ રસ્તો બનાવવા પાછળ હવે લગભગ 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
ડોમ્બિવલીની એક ઇમારતમાં ભીષણ આગ લાગી; બચાવકાર્ય શરૂ, જુઓ વીડિયો
MMRDA 2015ની સાલમાં થાણેથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, બોરીવલી વચ્ચે અન્ડરગ્રાઉન્ડ રોડ બનાવવાનો પ્રસ્તાવ લાવી હતી. પ્રસ્તાવ મંજૂર થયા બાદ એને વનવિભાગ પાસે મંજૂરી માટે ગયો હતો. ટનલના ખોદકામ અને બાંધકામ દરમિયાન વન્યજીવન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટનલ બોરિંગને મંજૂરી આપવામાં આવી હતી. જોકે હવે જમીન સંપાદનથી લઈને જુદાં-જુદાં કારણથી આ પ્રોજેક્ટની કિંમત વધી ગઈ છે.