ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
મુંબઈમાં ભીડને કારણે કોરોના નું સંકરણ બહુ ઝડપથી વધી રહ્યું છે. આ સમસ્યાનો અંત લાવવા મુંબઈના મેયર તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોની એક સંયુક્ત બેઠક થઇ હતી. આ બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે દાદર ના ફળ અને શાકભાજી બજાર તેમજ ફુલ માર્કેટ ને શિફ્ટ કરવામાં આવશે.
પ્રશાસને નિર્ણય લીધો છે કે બાંદરા કુર્લા કોમ્પલેક્સ તેમજ ચૂના ભઠ્ઠી ખાતે આવેલા સોમૈયા મેદાનમાં આ બજારને લઈ જવામાં આવશે. આ માટે પ્રશાસનિક સ્તર પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
કાંદાના ભાવ સાવ તળિયે પહોંચ્યા. સાથે આ પણ સસ્તું થયું…
ઉલ્લેખનીય છે કે દાદર ની હોલસેલ માર્કેટ અનેક દશકો થી કાર્યરત છે. અહીં વહેલી સવારે 3 વાગ્યાથી શરૂ કરીને આઠ વાગ્યા સુધી દુકાનદારો, ફેરિયાઓ અને હોલસેલ વિક્રેતાઓનો મેળો ભરાય છે. અહીં આવનાર તમામ લોકો મુંબઈ અને તેની આસપાસના વિસ્તાર થી આવે છે. માટે આ જગ્યા હોટસ્પોટ છે.
કાંદિવલીમાં ધીંગાણું, ફેરિયાઓ શાકભાજી રસ્તા પર ફેંક્યા. પોલીસ પણ પહોંચી.
