ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
મુંબઈની લોકલ ટ્રેનમાં હવે અલગ અલગ સમય મર્યાદામાં સામાન્ય વ્યક્તિ પ્રવાસ કરી શકે છે. આવું કરવાને કારણે હવે શહેર તરફ ના વેપાર ઉદ્યોગ ધંધા પર સવળી અસર પડી છે. અનેક વેપાર ધંધામાં આશરે ૫૦ ટકા જેટલો સુધાર દેખાઈ રહ્યો છે.
અનેક દુકાનદારોએ પોતાની દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓને સમયની ફેરબદલ માટેની સવલત કરી આપી છે. જે મુજબ સવારના સમયે શહેર પહોંચવા માટે લોકો પ્રાઈવેટ વાહનથી ઓફિસ પહોંચી જાય છે જ્યારે કે સાંજના સમયે લોકલ ટ્રેનના માધ્યમથી ઘરે પહોંચે છે.
અમુક દુકાનદારોએ સમય ફેરવી નાખ્યો છે. જે મુજબ સવારે વહેલા આવનાર કર્મચારીને નિશ્ચિત સમયમર્યાદામાં રજા આપવામાં આવે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે 15 તારીખ પછી કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેન માં પ્રવેશ મળશે. જો આવુ થશે તો વેપારીઓને ધંધામાં વધુ ફાયદો મળશે.કુલ મળીને લોકલ ટ્રેનમાં આંશિક રાહત મળવાને કારણે ધંધામાં પણ આંશિક સુધારો આવ્યો છે.