ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
02 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રથમ દિવસે સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઊડતા દેખાયા. અહીં સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન નું પાલન ન કરવામાં આવ્યું એવી ફરિયાદ અનેક મીડિયા રિપોર્ટમાં દેખાઈ છે.
બીજી તરફ રેલવે પ્રશાસને માસ્ક ન પહેરવા વાળાઓની વિરુદ્ધમાં કડક ઝુંબેશ આદરી. આ ઝુંબેશ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે દ્વારા ચલાવવામાં આવી. ઝુંબેશ દરમિયાન પશ્ચિમ રેલવેમાં 237 લોકો માસ્ક વગર પકડાયા. જ્યારે કે મધ્ય રેલવેમાં 275 લોકો માસ્ક વગર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા. એમ કુલ ૫૦૦ લોકોને માસ્ક પહેરવા બદલ દંડિત કરવામાં આવ્યા છે.
બીજી તરફ વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરનારાઓ નો કોઈ તોટો નહોતો. પશ્ચિમ રેલવેમાં ૩૯૬ લોકો જ્યારે કે મધ્ય રેલવેમાં અધધધ… 1600 લોકો વગર ટિકિટે પકડાયા.
આમ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રથમ દિવસે જ ટિકિટ વગર મુસાફરી કરવા વાળા લોકોની સંખ્યા નાનીસૂની નહોતી.