News Continuous Bureau | Mumbai
મુંબઈના ચારકોપ(Charkop) બાદ હવે માનખુર્દ(Mankhurd) વિસ્તારમાં સ્થિત એક રેસિડેન્સીયલ બિલ્ડીંગમાં (residential building) લિફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ દુઘટર્નામાં સંતાકૂકડી રમતી(Playing hide-and-seek) 16 વર્ષની છોકરીનું કરૂણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, 16 વર્ષની છોકરી માનખુર્દની એક સોસાયટીમાં રહેતી તેની દાદીના ઘરે ગઈ હતી. તે અહીં સોસાયટીમાં તેના મિત્રો સાથે સંતાકૂકડીની રમત રમી રહી હતી રમતમાં, જ્યારે છોકરીનો તેના મિત્રોને શોધવાનો વારો આવ્યો, ત્યારે તેણે એક બારીમાંથી ડોકિયું કર્યું, બરોબર તે જ સમયે લિફ્ટ ઉપરથી આવી અને સીધી તેના માથા પર પડી. લિફ્ટ પડતાંની સાથે જ બાળકીએ ચીસ પાડી. તેનો અવાજ સાંભળીને તેની સાથે રમતા બાળકોએ જોયું અને પરિવારજનોને જણાવ્યું. જે બાદ લોકો ગંભીર રીતે ઘાયલ બાળકીને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના ચારકોપ વિસ્તારમાં લિફ્ટ તૂટી પડવાને કારણે એક મહિલાનું મૃત્યુ
 
હાલ માનખુર્દ પોલીસે મૃતક યુવતીના પરિવારજનો વિરુદ્ધ કેસ નોંધીને સોસાયટીના બે લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.
 
			         
			         
                                                        