ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મહારષ્ટ્રમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે અને તેને લગતા તમામ નિયમોનું પાલન કરવાની સતત અપીલ કરવામાં આવી રહી છે, છતાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તાજેતરમાં લગ્ન સમારોહનું આયોજન કરવા બદલ તેમ જ એક મીઠાઈની દુકાન પાસેથી રાજ્યની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.5 લાખનો દંડ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) એ વસૂલ્યો છે.
તો ક્રિસમસ દરમિયાન જુદા જુદા એસ્ટાબ્લિશમેન્ટ અને બેન્કવેટ હોલમાં નિયમનું ઉલ્લંઘન બદલ 2.8 લાખ રૂપિયાનો દંડ પણ નવી મુંબઈ પાલિકાએ વસૂલ્યો છે.
પાલિકાની ચાલી રહેલા ડ્રાઇવના ભાગ રૂપે, NMMC એ સેક્ટર 4, કોપરખૈરાનેમાં સ્થિત એક બાર પાસેથી 50,000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો, જે મધરાત બાદ ખુલ્લું હોવાનું જણાયું હતું.
તેવી જ રીતે, CBD બેલાપુરમાં પાર્ક હોટલના બેન્ક્વેટ હોલને તેની ક્ષમતાના 50 ટકાથી વધુ મહેમાનો હોવાનું જણાઈ આવતા તેમને પણ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મુંબઈ શહેર માં 31મી ડિસેમ્બર કોરોનાનીજ… તપાસણી ઘટાડી તોય કેસ વધારે આવ્યા. એમીક્રોન ના પણ 200 જેટલા કેસ નોંધાયા. તાજા આંકડા જાણી ચોંકી જશો.
સેક્ટર 18, તુર્ભેમાં આવેલી હોટેલ ભગત તારાચંદને પણ તેની ક્ષમતાના 50 ટકાથી વધુ લોકો જણાઈ આવતા તેમને પણ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.