Navi Mumbai Fire : નવી મુંબઈમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ, આગના પગલે દોડધામ, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા..

Navi Mumbai Fire : પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે વહેલી સવારે નવી મુંબઈના એનઆર કોમ્પ્લેક્સમાં એક બિલ્ડિંગના 17મા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. આગની માહિતી મળતા જ સર્વત્ર બૂમો પડી ગઈ હતી. બિલ્ડીંગના રહીશો જીવ બચાવવા દોડી આવ્યા હતા. આગ અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.

by kalpana Verat
Navi Mumbai Fire Major fire breaks out at Navi Mumbai's NRI Seawoods complex

News Continuous Bureau | Mumbai

Navi Mumbai Fire : નવી મુંબઈના NRI કોમ્પ્લેક્સમાં આજે સવારે એક બિલ્ડિંગના 17મા માળે અચાનક આગ ફાટી નીકળી નીકળી હોવાના અહેવાલ છે. આગની જાણ થતાં જ બિલ્ડીંગમાં રહેતા લોકો બહાર આવી ગયા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

Navi Mumbai Fire : 

Navi Mumbai Fire : રહેવાસીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ

જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. આગના કારણે આ વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે અને શહેરીજનોમાં ભયનો માહોલ છે. હાલમાં, બિલ્ડિંગના તમામ માળના રહેવાસીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને તેના ઉપનગરોમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે.

Navi Mumbai Fire : આગમાં કોઈને ઈજા થઈ નથી

જે બિલ્ડીંગમાં આગ લાગી તે હાઈરાઈઝ ઈમારત હોવાથી નવી મુંબઈ નગરપાલિકાનું બ્રોન્ટો વાહન પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હાલ ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. જોકે આગમાં ઘર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે. આગ લાગવાનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો:  PM Gatishakti National Master Plan: PM મોદીએ ‘PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન’ ના 3 વર્ષ પૂરા થયાની કરી પ્રશંસા.. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની પોસ્ટ શેર કરી, કહી આ વાત…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More