169
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
કોરોનાના ત્રીજી લહેરના ખતરાને જોતાં નવી મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ તૈયારી અંતર્ગત, મહાનગરપાલિકાએ કોરોના ટેસ્ટ વધારવા માટે નેરુલમાં RT-PCR લેબનું વિસ્તરણ કર્યું છે.
આ વિસ્તરણ સાથે, લેબમાં નમૂનાઓના પરીક્ષણમાં 2000 નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે આ લેબમાં દરરોજ 5000 નમૂનાઓનું પરીક્ષણ શક્ય બનશે.
ઉલ્લેખનીય છે કે RT-PCR લેબ 4 ઓગસ્ટ 2020 ના રોજ નેરુલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત હોસ્પિટલમાં સરકારની પરવાનગી થી શરૂ કરવામાં આવી હતી.
આ લેબમાં કોરોનાની પ્રથમ અને બીજા લહેર દરમિયાન, 30 ઓક્ટોબર 2021 સુધી 6 લાખ 36 હજાર 73 નમૂનાઓનું RT-PCR પરીક્ષણ મફતમાં કરવામાં આવ્યું હતું.
You Might Be Interested In