News Continuous Bureau | Mumbai
નવી મુંબઈ(Navi Mumbai) ક્રાઈમ બ્રાન્ચ(Crime branch)ની ટીમને ડ્રગ્સ(Drugs)ના જંગી કન્સાઈન્મેન્ટને પકડવામાં સફળતા મળી છે.
નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દુબઈ(Dubai)થી ન્હાવા શેવા બંદર(Nhava Sheva Port) પર દાણચોરીથી લાવવામાં આવેલું 72.518 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.
આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 362.5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે
આ અંગે આયાત- નિકાસકારો અને પાર્સલ મોકલનાર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ જથ્થો પકડયો ત્યારે શરુઆતમાં તે મોર્ફિન હોવાનું મનાતું હતું. પરંતુ બાદમાં ૧૬૮ પેકેટમાં રહેલો ૭૩ કિલો જથ્થો હેરોઈનનો છે તેવી પુષ્ટિ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે