ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જૂન 2021
શનિવાર
નવી મુંબઈમાં બની રહેલા ઍરપૉર્ટને દિના બામા પાટીલનું નામ આપવાની માગણી સાથે 24 જૂને આંદોલન કરવાના પ્રકરણમાં આયોજક સહિત 20,000 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગુરુવારી CBDમાં સિડકો ઑફિસ સામે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં નવી મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આંદોલનને પોલીસની મંજૂરી નહોતી તેમ જ આંદોલનના પ્રમુખ સહિત મુખ્ય નેતાઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. છતાં તેઓએ આંદોલન કર્યું હતું. એથી પોલીસે આયોજક સહિત લગભગ 20,000 લોકો સામે ગુનો નોંધી દીધો છે.
જોકે સરકારના બેવડાં ધોરણો સામે આંદોલનકારીઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે. ઍરપૉર્ટના નામને લઈને કરવામાં આવેલા આંદોલનમાં ભાગ લેનારા સામે ગુનો નોંધવામાં આવે છે, તો પછી મરાઠા આંદોલનમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સામે કેમ ગુનો નોંધવામાં આવ્યો નહોતો ? એવો સવાલ આંદોલનકારીએ કર્યો છે.