ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
સતત પડી રહેલા વરસાદને પગલે ડેન્ગ્યુ-મલેરિયાના પ્રકોપ વધી રહ્યા છે. એથી નવી મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ ઠેરઠેર મચ્છરોના હૉટ સ્પૉટ શોધીને એનો નાશ કરી રહી છે, પરંતુ મોટી હાઉસિંગ સોસાયટીઓ આરોગ્ય કર્મચારીઓને તેમની સોસાયટીમાં પ્રવેશતાં રોકી રહી છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓને તેમની ફરજ બજાવતાં રોકનારી સોસાયટી સામે આકરાં પગલાં લેવામાં આવશે એવી ચેતવણી નવી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને આપી છે. એમાં 50,000 રૂપિયા સુધીનો દંડ તેમ જ કાયદેસરનાં પગલાંનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.
શૉકિંગ! દિનદહાડે બોરીવલીમાં પાલિકાના અધિકારી પર ફાયરિંગ; જાણો વિગત
નવી મુંબઈમાં છેલ્લા 15 દિવસમાં મચ્છરજન્ય કહેવાતા ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ડેન્ગ્યુના જ શંકાસ્પદ 288 કેસ નોંધાયા છે. એથી પાલિકા પ્રશાસન એલર્ટ થઈ ગઈ છે. તાજેતરમાં પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી. એમાં શંકાસ્પદ દર્દીના ઘરની આજુબાજુના વિસ્તારમાં રોગ ફેલાતો અટકાવવા માટે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. તેમ જ જુદા જુદા વિસ્તારોમાં ફરીને મચ્છરોના ઉદ્ભવ સ્થળનો નાશ કરવાનો તેમ જ જંતુનાશક દવાનો છંટકાવ કરવા જેવા નિર્ણય લેવામાં આવ્યા હતા. જોકે અનેક મોટી હાઉસિંગ સોસાયટી તથા સંસ્થાનો પાલિકાના આરોગ્ય કર્મચારીઓને તેમના પરિસરમાં પ્રવેશ આપતી ન હોવાની ફરિયાદો આવી હતી. એથી આરોગ્ય કર્મચારીઓને તેમના પરિસરમાં પ્રવેશ કરતાં રોકનારી હાઉસિંગ સોસાયટીઓને 50,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. તેમ જ કાયદાકીય પગલાંનો પણ સામનો કરવો પડશે એવી પાલિકા પ્રશાસને ચેતવણી આપી છે.