ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
નવી મુંબઈથી થાણે જિલ્લાના ડોંબીવલી, કલ્યાણ, બદલાપુર જેવા દૂરના વિસ્તારમાં હવે બાય રોડ બહુ ઝડપથી પહોંચી શકાશે. નવી મુંબઈના બેલાપુરથી થાણે વચ્ચે બની રહેલા રોડમાં નવી મુંબઈના ઐરોલીથી કટાઈ સુધીનો 12.3 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જેમાં બની રહેલા અંડરપાસનું કામ પૂરું થઈને ડિસેમ્બર 2022ના અંત સુધીમાં આ માર્ગ શરૂ થશે એવો સ્થાનિક પ્રશાસને દાવો કર્યો છે.
નવી મુંબઈ પાલિકાએ થાણે બેલાપુર માર્ગ પરના વાહનોને નવા ઐરોલી કટાઈ માર્ગ સાથે જોડવા માટે ભારત બિજલી સમુર ચોકથી નવી લેન બનાવવા માટે સલાહકારની નિમણુંક કરી છે. આમાં MMRDA દ્વારા 650 મીટરની 2+2 લેન બનાવવામાં આવવાની છે. ઐરોલીથી કટાઈ સુધીના 12.3 કિલોમીટરના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 21 મે, 2018ના રોજ કરવામાં આવ્યું હતું.
નવી મુંબઈ અને થાણે વચ્ચેના માર્ગ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય છે. પીક અવર્સમાં લોકો અમુક સમયે કલાકો સુધી લોકો ટ્રાફિકમાં અટવાયેલા હોય છે, જેમાં નવી મુંબઈ મહાનગરપાલિકા નવી મુંબઈના બેલાપુર અને થાણેના જોડતા રસ્તા પર કામ કરી રહી છે.
વેસ્ટર્ન સબર્બના રહેવાસીઓને મળતા દૂષિત પાણીની સમસ્યા દૂર કરવા BMCએ લીધો આ નિર્ણય; જાણો વિગત
પ્રથમ તબક્કામાં થાણે બેલાપુર માર્ગથી નેશનલ હાઈવે ચાર એમ 4 3.43 કિમીનો રસ્તો હશે, જેમાં બે અંડરપાસ તૈયાર કરવામાં આવ્યા છે પ્રોજેક્ટના પહેલા તબક્કામાં રૂ. 382 કરોડનો ખર્ચ થશે, જેમાંથી 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
બીજા તબક્કામાં એરોલી બ્રિજથી થાણે બેલાપુર રોડ ભારત બિજલી સુધીનો માર્ગ હશે, જેમાં 275 કરોડના ખર્ચે 40% કામ પૂરું થઈ ગયું છે, જેમાં ઐરોલીના પાટા પર 65 મીટરના બે રેલવે ગર્ડર નાખવાની રેલવે પાસેથી મંજૂરી મળી તો ડિસેમ્બર સુધીમાં બીજા તબક્કાનું કામ પૂરું થશે.
ત્રીજો તબક્કો નેશનલ હાઈવે નંબર 4 થી કટાઈ નાકા સુધીનો હશે, જેમાં થાણે મહાનગરપાલિકા દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે.
જો આ પ્રોજેક્ટ નું કામ ઝડપી ગતિએ પૂર્ણ થાય તો કલ્યાણ, ડોમ્બિવલી, બદલાપુરના નાગરિકો તેમના વાહનો વધુ ઝડપી ગતિએ ચલાવી શકશે, આમ મુસાફરોનો સમય અને ઈંધણની બચત થશે. ઐરોલીથી કટાઈ સુધીની મુસાફરી માત્ર 10 મિનિટ લેશે. જેથી શહેરીજનોને તેનો લાભ મળવાનો છે.