News Continuous Bureau | Mumbai
નવરાત્રી(Navrati)ની શરૂઆત થતાં જ તહેવારોની સિઝન(Festive season) પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈ(Mumbai) સહિત દેશના અનેક રાજ્યોમાં નવલી ઉત્સવનો માહોલ છવાયો છે. ખેલૈયાઓ પણ આ વખતે બે વર્ષ બાદ મન મુકીને ગરબે (Garba) રમી રહ્યા છે. દરમિયાન બોમ્બે હાઈકોર્ટે(Bombay Highcourt) એવી નોંધ લીધી છે કે નવરાત્રી ધાર્મિક ઉત્સવ શક્તિરૂપી માતાની ભક્તિ વિશેનો છે તેથી એમાં એકાગ્રતા અને ધ્યાન ધરવાની જરૂર હોય છે. એ કંઈ ઘોંઘાટીયા વાતાવરણમાં કરી ન શકાય. તેથી ગરબા ગાવા અને દાંડિયા રમવા માટે ડીજે(DJ), લાઉડસ્પીકરો(Loud speaker) વગેરે જેવી આધુનિક સાઉન્ડ સિસ્ટમો(Sound system)નો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટ(high court)ની નાગપુર બેંચે નોંધ્યું હતું કે નવ દિવસના તહેવાર દરમિયાન ભક્તોને ખલેલ થતી હોય અથવા જો ભક્તો પોતે અન્યને ખલેલ પહોંચાડે તો.દેવીની પૂજા કરી શકાતી નથી. તેથી, ખંડપીઠે આયોજકોને દાંડિયા અને ગરબા કરવા માટે પરવાનગી આપી હતી પરંતુ પરંપરાગત અને સંપૂર્ણ ધાર્મિક રીતે કોઈપણ મોટા અવાજના સંગીતનાં સાધનો, ડ્રમ્સ, સાઉન્ડ સિસ્ટમ અથવા ડીજે સિસ્ટમનો ઉપયોગ કર્યા વિના ઉપાસના કરવા નિર્દેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કરોડપતિ બનવા માટે દરરોજ બચાવો ફક્ત 333 રૂપિયા- અપનાવો રોકાણનો આ ફોર્મ્યુલા
ધ્વનિ પ્રદૂષણ નિયમો, 2000 હેઠળ "સાયલન્સ ઝોન" તરીકે જાહેર કરાયેલ રમતના મેદાન પર ચાલી રહેલા નવરાત્રિ ઉત્સવ માટે સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશની માંગ કરતી જનહિતની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે ઉપર મુજબ અનુમાન વ્યક્ત કર્યું છે.