ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 3.90 કિલો એફેડ્રિનનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત સ્ટોક વિદેશમાં મોકલવાનો હતો. એફેડ્રિનનો સ્ટોક મહિલાએ કપડામાં છુપાવ્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) લગભગ એક મહિના બાદ પ્રતિબંધિત ડ્રગ્સ સામે કાર્યવાહી કરી છે.
NCB ને મળેલી ટીપને આધારે આ છાપો મારવામાં આવ્યો હતો. NCB ના અધિકારીના કહેવા મુજબ તેઓએ અંધેરીમાં એક કુરિયર કંપનીની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે જાણ થઈ હતી કે આ જ્થથો મહિલાઓના કપડાના બોક્સમાં સંતાડવામાં આવ્યો હતો. આ જથ્થો પુણેથી મંગાવવામાં આવ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવવાનો હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે.
ગ્રાન્ટ રોડની હાઈરાઈઝ બિલ્ડિંગમાં અગ્નિ તાંડવ, અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ; જાણો લેટેસ્ટ અપડેટ અહીં
NCB ની ગયા વર્ષે ઓક્ટોબર સુધી સતત ડ્રગ્સ વિરોધી ટોળકી સામે કાર્યવાહી ચાલી રહી હતી. વર્ષ દરમિયાન 25 થી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. લગભગ 100 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NCB મુંબઈના તત્કાલીન ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ઓક્ટોબરમાં આર્યન ખાનની ધરપકડ બાદથી વાનખેડે શંકાના દાયરામાં આવી ગયા બાદ NCBની તમામ કાર્યવાહી અટકી પડી હતી. હવે જોકે NCB ફરી સક્રિય થઈ ગયું છે.