News Continuous Bureau | Mumbai
આર્યન ખાન ડ્રગ કેસમાં ધરપકડ બાદ ચર્ચામાં આવેલા પંચ પ્રભાકર સાઈલનું અવસાન થયું છે. પ્રભાકર સાઈલની હત્યાની શક્યતા વ્યક્ત કરતા રાષ્ટ્રવાદી કોંગ્રેસે (NCP)એ CID તપાસની માંગ કરી છે.
એનસીપીના કહેવા મુજબ કાર્ડિલિયા ડ્રગ્સ કેસમાં એનસીબીએ ખોટી રીતે ઊભા કરેલા કેસ અને એનસીબીના બનાવટી સોગંદનામનો પર્દાફાશ કરનાર પ્રભાકર સાઈલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું કહેવામાં આવે છે. પરંતુ તેની મૃત્યુ કુદરતી નહીં પણ એક હત્યા હોવાની શંકા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા અને લઘુમતી મંત્રી નવાબ મલિક દ્વારા કાર્ડિલિયા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં NCBની બનાવટીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એનસીબીના તત્કાલિન અધિકારી સમીર વાનખેડે કઈ રીતે નકલી કાર્યવાહી કરતા હતા તે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં સાબિત કર્યું હતું. NCB, જે કેન્દ્રીય એજન્સી છે, પણ તેમના આવા કારનામાને કારણે સમગ્ર દેશમાં તેમની બદનામી થઈ હોવાનો દાવો પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસે કર્યો છે.
આ સમાચાર પણ વાંચો :આશરે આઠ વર્ષ બાદ મુંબઈને આજે મળશે બીજી મેટ્રો લાઈન, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન; જાણો ભાડુ, રૂટ અને અન્ય વિગતો
રાષ્ટ્રવાદીના કહેવા મુજબ ખોટી રીતે ઊભા કરેલા ડ્રગ્સ કેસમાં કે. પી. ગોસાવીના અંગરક્ષક અને ડ્રગ્સ પ્રકરણના પંચ પ્રભાકર સઈલે NCBની કાર્યવાહી કેવી રીતે નકલી હતી તે પ્રકાશમાં લાવ્યો હતો. પરંતુ આજે અચાનક હાર્ટ એટેકથી તેમનું નિધન થયાના સમાચાર આવ્યા છે, તે શંકાસ્પદ છે.
આર્યન ખાન કેસમાં NCBએ પરમદિવસે કોર્ટ પાસે ચાર્જશીટ દાખલ કરવા માટે 90 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે 60 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આજે અચાનક પ્રભાકરનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે, તે ખરેખર શંકા નિર્માણ કરનારું છે.