ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
NCP પ્રવક્તા નવાબ મલિકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જોકે 15,000 રૂપિયાના બોન્ડ પર તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ક્રૂઝ પાર્ટી વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન નવાબ મલિકે ભારતીય યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત ભારતી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેની સામે મોહિત ભારતીએ નવાબ મલિક સામે માનહાનિનો દાવો કર્યો હતો. તેથી આ કેસના સંબંધમાં સોમવારે મલિકની ધરપકડ કરવામાં આવી હતી.
9 ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા નવાબ મલિકે કહ્યું હતું કે, "મોહિત ભારતીના સાળા ઋષભ સચદેવ અને અન્ય બેને NCBએ મુંબઈમાં ક્રૂઝ પાર્ટી સામે કાર્યવાહી કરી ત્યારે તેમને છોડી મુકવામાં આવ્યા હતા." મોહિત ભારતીએ કહ્યું કે, આ ઓપરેશનમાં શાહરૂખ ખાનના પુત્ર સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જાણીજોઈને તેના સાળાના નામનો ઉલ્લેખ કરીને તેની બદનામી કરવામા આવી હતી.
તેથી તેના સંદર્ભમાં બીજી નોટિસ 11 ઓક્ટોબરે મોકલવામાં આવી હતી. છતાં નવાબ મલિક બદનામી ભરી ટિપ્પણી કરી હતી. તેથી ભારતીએ આખરે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મલિક સામે માનહાનિનો દાવો કર્યો. કોર્ટે મલિકને 8મી નવેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે નોટિસ મોકલી હતી. કોર્ટે શરૂઆતમાં મલિકનું નિવેદન માનહાનિકારક લાગ્યું. મલિક સોમવારે કોર્ટમાં હાજર થયા હતા .કોર્ટે તેમને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.આ કેસની આગામી સુનાવણી