Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકની આ કેસમાં થઈ ધરપકડ, જામીન પર થયો છૂટકારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

NCP પ્રવક્તા નવાબ મલિકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જોકે 15,000 રૂપિયાના બોન્ડ પર તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ક્રૂઝ પાર્ટી વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) દ્વારા કરવામાં  આવેલી કાર્યવાહી દરમિયાન નવાબ મલિકે ભારતીય યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત ભારતી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેની સામે મોહિત ભારતીએ નવાબ મલિક સામે માનહાનિનો દાવો કર્યો હતો. તેથી આ કેસના સંબંધમાં સોમવારે મલિકની ધરપકડ કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

 

નવા કોરોના વેરિએન્ટની એન્ટ્રી પછી મુંબઈ મહાનગરપાલિકા એક્શન મોડમાં. મેયર અચાનક ઍરપોર્ટ પહોંચ્યા. જુઓ વિડિયો

9 ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા નવાબ મલિકે કહ્યું હતું કે, "મોહિત ભારતીના સાળા ઋષભ સચદેવ અને અન્ય બેને NCBએ મુંબઈમાં ક્રૂઝ પાર્ટી સામે કાર્યવાહી કરી ત્યારે તેમને છોડી મુકવામાં આવ્યા હતા." મોહિત ભારતીએ કહ્યું કે, આ ઓપરેશનમાં શાહરૂખ ખાનના પુત્ર સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જાણીજોઈને તેના સાળાના નામનો ઉલ્લેખ કરીને તેની બદનામી કરવામા આવી હતી. 
 તેથી તેના સંદર્ભમાં બીજી નોટિસ 11 ઓક્ટોબરે મોકલવામાં આવી હતી. છતાં નવાબ મલિક બદનામી ભરી ટિપ્પણી કરી હતી. તેથી ભારતીએ આખરે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મલિક સામે માનહાનિનો દાવો કર્યો. કોર્ટે મલિકને 8મી નવેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે નોટિસ મોકલી હતી. કોર્ટે શરૂઆતમાં મલિકનું નિવેદન માનહાનિકારક લાગ્યું. મલિક સોમવારે કોર્ટમાં હાજર થયા હતા .કોર્ટે તેમને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.આ કેસની આગામી સુનાવણી 

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version