News Continuous Bureau | Mumbai
રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત નાલાસોપારામાં(Nalasopara) રહેતી મહિલા માટે સો ટકા સાચી પડી હતી. બિલ્ડિંગના પાંચમા માળની(Fifth floor building) બાલ્કનીમાંથી(balcony) પડી ગયેલી યુવતીએ ચોથા માળની બારીની(Forth floor window) ગ્રીલ પકડી લેતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
નાલાસોપારા પશ્ચિમમાં રિલાયેબલ હાઈટ્સ બિલ્ડિંગના(Reliable Heights Building) પાંચમા માળે રહેતી યુવતી સાથે આ બનાવ બન્યો હતો, જેમાં 21 વર્ષની ઝાકિયા ખાન(Zakia Khan) સાથે આ બનાવ બન્યો હતો.
મળેલ માહિતી મુજબ શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઝાકિયા ફ્લેટની બાલ્કનીમાં ઊભી હતી. તેના ફ્લૅટની બાલ્કની માં ઉપર સુધી ગ્રિલ ન હોવાથી આ ઘટના બની હતી. તેનું બેલેન્સ જતું રહેતા ઝાકિયા પાંચમા માળેથી પડી ગઈ હતી. જોકે સદનસીબે તેણે ચોથા માળની ગ્રિલ પકડી લેતા તે બચી ગઈ હતી અને ચોથા માળાની ગ્રીલ સાથે તે લટકી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : પૈસાનું પાણી-મુંબઈમાં મુતરડીમાંથી વાસ આવતી હતી એટલે પ્રશાસને એક કરોડ રૂપિયા ખર્ચીને નવી મુતરડી બનાવી-જાણો વિગત
સોસાયટીના રહેવાસીને(Society residents) ધ્યાનમાં આવતા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને(Fire brigade) જાણ કરાઈ હતી. ઝાકિયાને મદદ મળી શકે ત્યાં સુધી રહેવાસીઓએ ચોથા માળની ગ્રિલ બહાર યુવતીને પકડી રાખી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી યુવતીને બચાવી લીધી હતી.