Site icon News Continuous Bureau | Mumbai

અદભુત બચાવ-મુંબઈમાં પાંચમા માળેથી ગબડી પડેલી મહિલા ચોથા માળે ગ્રીલ પકડીને બચી ગઈ-જુઓ ફોટોગ્રાફ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત નાલાસોપારામાં(Nalasopara) રહેતી મહિલા માટે સો ટકા સાચી પડી હતી. બિલ્ડિંગના પાંચમા માળની(Fifth floor building) બાલ્કનીમાંથી(balcony) પડી ગયેલી યુવતીએ ચોથા માળની બારીની(Forth floor window) ગ્રીલ પકડી લેતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

નાલાસોપારા પશ્ચિમમાં રિલાયેબલ હાઈટ્સ બિલ્ડિંગના(Reliable Heights Building) પાંચમા માળે રહેતી યુવતી સાથે આ બનાવ બન્યો હતો, જેમાં 21 વર્ષની ઝાકિયા ખાન(Zakia Khan) સાથે આ બનાવ બન્યો હતો.

મળેલ માહિતી મુજબ શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઝાકિયા ફ્લેટની બાલ્કનીમાં ઊભી હતી. તેના ફ્લૅટની બાલ્કની માં ઉપર સુધી ગ્રિલ ન હોવાથી આ ઘટના બની હતી. તેનું બેલેન્સ જતું રહેતા ઝાકિયા પાંચમા માળેથી પડી ગઈ હતી. જોકે સદનસીબે તેણે ચોથા માળની ગ્રિલ પકડી લેતા તે બચી ગઈ હતી અને ચોથા માળાની ગ્રીલ સાથે તે લટકી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : પૈસાનું પાણી-મુંબઈમાં મુતરડીમાંથી વાસ આવતી હતી એટલે પ્રશાસને એક કરોડ રૂપિયા ખર્ચીને નવી મુતરડી બનાવી-જાણો વિગત

સોસાયટીના રહેવાસીને(Society residents) ધ્યાનમાં આવતા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને(Fire brigade) જાણ કરાઈ હતી. ઝાકિયાને  મદદ મળી શકે ત્યાં સુધી રહેવાસીઓએ ચોથા માળની ગ્રિલ બહાર યુવતીને પકડી રાખી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી યુવતીને બચાવી લીધી હતી.
 

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version