ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણામાં કોરોના ના નવા સ્ટ્રેન મળ્યા છે. આમાંથી મહારાષ્ટ્રમાં મળી આવેલા કોરોના ના નવા સ્ટ્રેન ને કારણે પ્રશાસન ચિંતામાં મૂકાયું છે. મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ જ્યારે દર્દીઓના છાતીનો એક્સરે કાઢવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ નવો સ્ટ્રેન વધુ ઝડપે શ્વસન તંત્ર પર અસર કરે છે. અગાઉ કોરોના ધીમે ધીમે ફેફસાને પોતાના કબજામાં લઇ રહ્યો હતો. જે પ્રક્રિયાને 14 દિવસ લાગી રહ્યા હતા. હવે મળેલી જાણકારી મુજબ કોરોના નો નવો સ્ટ્રેન બહુ ઝડપથી શ્વસન તંત્ર ઉપર હુમલો કરે છે. જેને કારણે ડોક્ટરોને ઈલાજ કરવા માટે ઓછો સમય મળી રહે છે.
ડોક્ટરોનું કહેવું છે કે હવે આ પ્રકારના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જે સૌથી મોટો ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે પરંતુ લોકો બેદરકારી દેખાડી રહ્યા છે.