Site icon

ઉત્તર મુંબઈમાં રઘુલીલા મોલ પાસે બનશે નવો ટ્રાફિક બ્રિજ- ટેન્ડર બહાર પડ્યું

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈમાં(North Mumbai) કાંદીવલી(વેસ્ટ)માં(Kandivali ) રઘુલીલા મોલ(Raghuleela Mall) પાસે કાયમ રહેતા ભરચક ટ્રાફિકથી છૂટકારો મળવાનો છે. કાંદિવલી વેસ્ટમાં પારેખ નગરમાં(Parekh Nagar) રહેલા ફૂટ ઓવરબ્રિજ (foot overbridge) તોડીને ત્યાં વાહનોની અવરજવર(vehicular traffic) માટે ટ્રાફિક બ્રિજ બાંધવામાં આવવાનો છે. આ પુલ પોયસર નદી પરથી પસાર થશે અને લગભગ 60 ફૂટનો રહેશે. લગભગ 30 કરોડ રૂપિયાનો ખર્ચે આ પુલ બંધાશે. આ માટે કોન્ટ્રાક્ટરની(contractor) નિમણૂક કરવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

કાંદિવલી વેસ્ટ ખાતે પોયસર નદી(Poisar River) પરનો હાલનો ફૂટ ઓવરબ્રિજ તોડીને તેની જગ્યાએ વાહનોની અવરજવર માટે પુલ બનાવવામાં આવશે. આ પુલના નિર્માણથી પોયસર ચર્ચથી રઘુલીલા મોલ તરફ જતા રસ્તાઓ પરની ટ્રાફિકની સમસ્યામાં(traffic problem) રાહત મળશે. આ બ્રિજ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે, જેમાં હાલના બ્રિજને તોડીને નવા ટ્રાફિક બ્રિજની કામગીરીનો સમાવેશ થાય છે. આ કામ માટે અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ અંગેના ટેન્ડર 22 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  મેટ્રો-3 પકડશે સ્પીડ-આંધ્રથી માત્ર આટલા દિવસમાં મુંબઈ આવ્યા મેટ્રોના રેક

સ્થાનિક સાંસદ ગોપાલ શેટ્ટીએ(MP Gopal Shetty) સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવકો સાથે બ્રિજ વિભાગના અધિકારીઓ સાથે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક કનેક્ટિવિટીનો(traffic connectivity) ઉકેલ લાવવા માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદે માંગ કરી હતી કે હાલના પુલને તોડીને ટ્રાફિક પુલ(Traffic bridge) બનાવવો જોઈએ. આ ટ્રાફિક બ્રિજ માટે ખાનગી જમીનનો ઉપયોગ કરવામાં આવનાર હોવાથી આ બ્રિજ બનાવવામાં ટાળમટાળ થઈ રહી હતી. પરંતુ સાંસદે મધ્યસ્થી કરીને ચર્ચા કર્યા બાદ સંબંધિત વ્યક્તિ આ માટે સહકાર આપવા તૈયાર થતા વાહનવ્યવહાર(Transportation) માટે પુલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. તે મુજબ ટેન્ડર મંગાવવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દોઢ વર્ષમાં આ બ્રિજનું બાંધકામ થઈ શકશે. આ બ્રિજ ભવિષ્યમાં એસ.વી. રોડ સાથે જોડાશે અને આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ મળી રહેશે એવો પ્રશાસનનો દાવો છે.
 

Mumbai Local Update: વેસ્ટર્ન લાઇન પર દોડશે વધુ 4 નવી લોકલ ટ્રેન! આવતીકાલથી અમલી બનશે નવું ટાઈમ ટેબલ; જાણો કયા સ્ટેશનોને થશે મોટો ફાયદો
Sharad Pawar on Sunetra Pawar: સુનેત્રા પવારના શપથગ્રહણ પર શરદ પવારની સ્પષ્ટતા; NCP ના વિલીનીકરણ ને લઈને કહી આવી વાત
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Exit mobile version