ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
વેસ્ટર્ન રેલવેમાં પ્રવાસીઓ સુરક્ષિત અને સલામત પ્રવાસ માટે અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં વિલેપાર્લે રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવરબ્રિજ(FOB)ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વિલેપાર્લે રેલવે સ્ટેશન પર દક્ષિણ દિશામાં નવા FOBને બાંધવામાં આવ્યો હતો. આ FOB 38 મીટર લાંબો અને છ મીટર પહોળો છે. 3.25 કરોડ રૂપિયાના ખર્ચે આ FOBને બાંધવામાં આવ્યો છે.
વિલેપાર્લેની સાથે જ બોરીવલી અને કાંદીવલી સ્ટેશન વચ્ચે પણ નવા FOBને બાંધવામાં આવ્યો છે. આ FOB પાછળ 2.29 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. FOBની લંબાઈ 70 મીટર બાય 3.36 મીટરની છે.
વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર સુમીત ઠાકુરના જણાવ્યા મુજબ મુંબઈ સબર્બ સેકશનમાં 2021-22ના આર્થિક વર્ષમાં આઠ FOB બાંધવામાં આવવાના છે. એ સિવાય વધારાના છ FOB બાંધવાની પણ યોજના બનાવવામાં આવી છે. જેમાં ચર્ની રોડમાં ઉત્તર દિશામાં FOB બાંધવામાં આવવાનો છે. ગ્રાન્ટ રોડ, બાંદ્રા સ્ટેશન અને દહીસરમાં ઉત્તર દિશામાં, વસઈ રોડ અને ભાયંદરમાં દક્ષિણ દિશામાં આ FOB બાંધવામાં આવવાનો છે.