વાહ! વિલેપાર્લે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે ખુલ્લો મુકાયો નવો FOB; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

સોમવાર.

વેસ્ટર્ન રેલવેમાં પ્રવાસીઓ સુરક્ષિત અને સલામત પ્રવાસ માટે અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં વિલેપાર્લે રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવરબ્રિજ(FOB)ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિલેપાર્લે રેલવે સ્ટેશન પર દક્ષિણ દિશામાં નવા FOBને બાંધવામાં આવ્યો હતો. આ FOB 38 મીટર લાંબો અને છ મીટર પહોળો છે. 3.25 કરોડ રૂપિયાના ખર્ચે આ FOBને બાંધવામાં આવ્યો છે.

વિલેપાર્લેની સાથે જ બોરીવલી અને કાંદીવલી સ્ટેશન વચ્ચે પણ નવા FOBને બાંધવામાં આવ્યો છે. આ FOB પાછળ 2.29 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. FOBની લંબાઈ 70 મીટર બાય 3.36 મીટરની છે.

મુંબઈમાં કોરોના 'આઉટ ઓફ કન્ટ્રોલ: શહેરમાં કોરોનાના એક દિવસમાં 8000થી વધારે કેસ, કાલથી 27% વધારે દર્દીઓ આવ્યા મહામારીની ચપેટમાં

વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર સુમીત ઠાકુરના જણાવ્યા મુજબ મુંબઈ સબર્બ સેકશનમાં 2021-22ના આર્થિક વર્ષમાં આઠ FOB બાંધવામાં આવવાના છે. એ સિવાય વધારાના છ FOB બાંધવાની પણ યોજના બનાવવામાં આવી છે. જેમાં ચર્ની રોડમાં ઉત્તર દિશામાં FOB બાંધવામાં આવવાનો છે. ગ્રાન્ટ રોડ, બાંદ્રા સ્ટેશન અને  દહીસરમાં ઉત્તર દિશામાં, વસઈ રોડ અને ભાયંદરમાં દક્ષિણ દિશામાં આ FOB બાંધવામાં આવવાનો છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More