News Continuous Bureau | Mumbai
તાજેતરમાં દક્ષિણ મુંબઈનો ચન્ની રોડ રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર રીનોવેશન બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે પશ્ચિમ રેલ્વેએ દહિસર અને વિલે પાર્લે સ્ટેશનો પર વધારાના બે નવા ફૂટ ઓવર બ્રિજને ખુલ્લા મુક્યા છે.
પશ્ર્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે વિવિધ માળખાકીય અપગ્રેડેશન કામ હાથમાં લીધા છે. પશ્ર્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, મુંબઈ ઉપનગરીય વિભાગમાં બે નવા FOB કાર્યરત કરવામાં આવ્યા છે, એક દહિસર ખાતે અને બીજું વિલે પાર્લે ખાતે.


આ સમાચાર પણ વાંચો :મુંબઈગરાને મળશે ટ્રાફિક જામથી છુટકારો, આજથી મેટ્રોના 2એ અને 7નો રૂટ પ્રવાસીઓની સેવામાં શરૂ, મેટ્રો લાઇનને લીલી ઝંડી બતાવશે સીએમ ઉદ્ધવ ઠાકરે
દહિસર સ્ટેશન પર ખુલ્લુ મુકવામાં આવેલો નવો ઉત્તર ફૂટ ઓવર બ્રીજ 53.85 મીટર લાંબો અને 10 મીટર પહોળો છે અને તેનું નિર્માણ રૂ. 5.23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વિલે પાર્લે સ્ટેશન પર 6 મીટર પહોળો અને 55 મીટર લાંબો નવો ફૂટ ઓવરબ્રિજ કાર્યરત કરવામાં આવ્યો છે. તે પૂર્વ બાજુ આવેલી સીડીને જોડે છે અને પ્લેટફોર્મ નંબર 1/2 અને પશ્ચિમ બાજુના સ્કાયવોકને જોડે છે, સાથે જ પ્લેટફોર્મ નંબર 1/2, 3/4 અને 5/6 ઉપર ઉત્તર બાજુના જૂના FOB સાથેના જોડાણો સાથે જોડે છે. આ ફૂટ ઓવર બ્રીજનું રૂ. 2.80 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
