Site icon

વાહ!! મુંબઈગરાની સેવામાં આવી વધુ 3 નવી ઓપન ડેક બસ, જાણો વિગતે

All-night open double decker sojourn on New Years eve by BEST in Mumbai

 

News Continuous Bureau Mumbai 

Join Our WhatsApp Community

તાજેતરમાં જ બેસ્ટ ઉપક્રમે મોડી રાતથી વહેલી સવાર સુધીની બસ સેવા ચાલુ કરીને મુંબઈગરાને રાહત આપી છે. હવે બેસ્ટ ઉપક્રમે માયાનગરી મુંબઈના પ્રવાસે આવનારા પર્યટકો માટે બેસ્ટના કાફલામાં વધુ ત્રણ ઓપન   ડેક બસનો સમાવેશ કર્યો છે.
પર્યટકોની માગણીને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં બંધ કરેલી ઓપન ડેક બસ સેવા થોડા મહિના પહેલા જ  ફરી ચાલુ કરી હતી. તેમાં વધુ ત્રણ ઓપન ડેક બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યટકો માટે ચાલુ કરવામાં આવેલી આ બસ ગેટ વે ઑફ ઈન્ડિયાથી જુહુ કિનારા સુધીની સફર કરાવશે.

આ સમાચાર પણ વાંચો : કયા બાત હેં!! જપ્ત કરેલા બેવારસ વાહનોની લીલામીમાંથી BMCએ કરી આટલા કરોડની કમાણી.. જાણો વિગતે

બુધવારથી મુંબઈગરાની સેવામાં હાજર થયેલી આ ઓપન ડેક બસ હવે જોકે ટ્રામ સ્વરૂપમાં છે. દક્ષિણ મુંબઈના મહત્ત્વનાં સ્થળોની સાથે જ મુંબઈના ઐતિહાસિક વારસા સંસ્કૃતિના દર્શન બેસ્ટની ઓપન ડેક બસમાં કરવા મળે છે.  

બસની ટિકિટના દર અપર ડેક માટે પ્રતિ વ્યક્તિ ૧૫૦ રૂપિયા તો લોઅર ડેકના ૭૫ રૂપિયા છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version