Site icon

આખરે મુંબઈમાં હવામાન ચોક્કસ આગાહી થશે, મુંબઈના બીજા રડારનું આજે લોકાર્પણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022 

 શુક્રવાર. 

મુંબઈમાં 26 જુલાઈ 2005ના આવેલા વિનાશકારી વરસાદ અને પૂર બાદ હવામાનની ચોક્કસ આગાહી કરી શકે એવા રડાર બેસાડવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ કોઈને કોઈ કારણથી આ પ્રોજેક્ટમાં વિલંબ મુકાઈ રહ્યો હતો. છેવટે લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે મુંબઈના ગોરેગામના વેરાવલીમાં રડારનું લોકાર્પણ થવાનું છે.

મુંબઇમાં અત્યારે કોલાબામાં હવામાન ખાતાની ઓફિસ પાસે એસ બેન્ડનું રડાર બેસાડવામાં આવેલુ છે. ૨૬ જુલાઈ ૨૦૦૫માં  મુંબઈમાં થયેલી અતિવૃષ્ટિ સમયે સચોટ આગાહી થઈ શકી નહોતી. તેથી જાનમાલનું મોટાપાયા પર નુકસાન થયું હતું. તેથી એ સમયે મુંબઈમાં સચોટ હવામાનની આગાહી થઈ શકે તે માટે વધુ એક રડાર બેસાડવાનો નિર્ણય લીધો હતો. તેનું છેવટે આજે લોકાર્પણ થવાનું છે. 

હાલ કોલાબામાં રડાર છે. જયારે બીજુ રડાર કયા બેસાડવુ તે માટે મુંબઈ મહાનગપાલિકા અને ભારતીય હવામાન ખાતાએ ભારે વિસામણમાં હતા. છેવટે ગોરેગામના વેરાવલીમાં રડાર માટે જગ્યા નક્કી કરવામાં આવી  હતી. વાતાવરણમાં થતા ફેરફારની આગાહી માટે અલગ અલગ બેન્ડના રડાર વાપરવામાં આવે છે.  કોલાબામાં એસ બેન્ડનું રડાર છે, જે વરસાદને લગતી આગાહી કરે છે. હવે વેરાવલીમાં સી બેન્ડનું રડાર બેસાડવામાં આવશે.
નવું રડાર વરસાદની ચોક્કસ આગાહી તો કરશે પણ સાથે જ મુંબઈ નજીકના ૪૫૦ કિલોમીટરના વિસ્તારના વાતાવરણમાં થતો  ફેરફારની માહીતી પણ આ રડારથી મળશે. મેક-ઈન ઈન્ડિયા યોજના હેઠળ આ રડાર સંપૂર્ણ ભારતીય બનાવટનું છે. 

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસ સુધી પહોંચી ગયો કોરોના, આ અધિકારી થયા કોરોના પોઝિટિવ; જાણો વિગત

૧૪ જાન્યુઆરીના આજે વેધશાળાના સ્થાપના દિન નિમિત્તે કેન્દ્રના અર્થ અને સાયન્સ-ટૅક્નોલોજી વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહ તેમ જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વર્ચ્યુઅલ રીતે રડારને લોન્ચ કરશે.

Exit mobile version