News Continuous Bureau | Mumbai
Ghosalkar murder case: અભિષેક ઘોસાળકરની હત્યા કેસમાં નવી માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોરિસ નોરોન્હાએ ( Mauris Noronha ) યુટ્યુબ પર અભિષેક ઘોસાળકરને મારતા પહેલા પિસ્તોલ કેવી રીતે હેન્ડલ કરવી અને કઈ રીતે ચલાવવી તેની તાલીમ લીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોરિસ નોરોન્હાએ યુટ્યુબ પર પિસ્તોલ કેવી રીતે ચલાવવી તે અંગે સર્ચ કર્યું હતું. તેથી પોલીસને શંકા છે કે યુટ્યુબ ( Youtube ) પર વિડિયો જોયા બાદ મોરિસ નોરોન્હાએ ગોળીબાર કર્યો હતો. મોરિસે આ હત્યાનું ષડયંત્ર ( Murder conspiracy ) ડિસેમ્બર મહિનાથી જ ઘડવાનું શરુ કરી દીધુ હતુ. આ મામલાની તપાસ મુંબઈ પોલીસની ( Mumbai Police ) ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મોરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાળકરને ( Abhishek Ghosalkar ) સાડી વાટપ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું . બાદમાં ઘોસાળકરને ફેસબુક લાઈવ દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી. હત્યા ( Dahisar Firing ) બાદ મોરિસે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ માટે મોરિસ નોરોન્હાએ બોડીગાર્ડની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. હાલ બોડીગાર્ડની પોલીસે ધરપકડ કરી લીધી હતી. તેને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
મોરિસનો બોડીગાર્ડ અભિષેકની હત્યાના કેસમાં 13 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો…
પ્રાપ્ત માહિતી મુજબ, મોરિસનો બોડીગાર્ડ અભિષેક ઘોસાળકરની હત્યાના કેસમાં 13 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. શું બોડીગાર્ડને આ હત્યાના કાવતરામાં ફાયદો થયો હતો? પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તે માટે પોલીસ કસ્ટડી માંગવામાં આવી હતી. સરકારી વકીલે પણ કસ્ટડી માંગી હતી. પરંતુ બોડીગાર્ડના વકીલોએ તેનો વિરોધ કર્યો હતો. બોડીગાર્ડેના વકીલોએ દલીલ કરી હતી કે, તેણે અત્યાર સુધી પોલીસ તપાસમાં સહકાર આપ્યો છે. તેમને તમામ માહિતી આપવામાં આવી છે. તેથી, તેને પોલીસ કસ્ટડીમાં ન મોકલવો જોઈએ. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે મોરિસના બોડીગાર્ડને પોલીસ કસ્ટડી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. અને બોડીગાર્ડને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ahlan Modi: જે જમીન પર આંગળી મુકશો તે મંદિર માટે આપી દઇશ: પીએમ મોદીએ ભારતીયોને સંબોધતી વખતે કહી રાષ્ટ્રપતિ નાહ્યાન સાથેની આ રસપ્રદ વાત..
નોંધનીય છે કે, મોરિસ દહિસર-બોરીવલી વિસ્તારમાં એનજીઓ ચલાવતો હતો. મોરિસ આ વિસ્તારમાં સ્વ-ઘોષિત ધારાસભ્ય તરીકે જાણીતો હતો. એક વર્ષ પહેલા મોરિસ અને ઘોસાળકર વચ્ચે ઝઘડો થયો હતો. અભિષેક ઘોસાળકરે નોરોન્હા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ થોડા મહિનાઓ પહેલા બંને વચ્ચે ફરી મિત્રતા બંધાય હતી. તે પછી બંને એકસાથે ફેસબુક લાઈવ કર્યું હતું. જ્યારે ફેસબુક લાઈવ સમાપ્ત થયું, ત્યારે મોરિસે અભિષેક પર ગોળી ચલાવી દીધી હતી.