News Continuous Bureau | Mumbai
પશ્ર્ચિમી ઉપનગરીય રેલવે સ્ટેશન(Western Suburban Railway Station)થી બાંદ્રા ટર્મિનસ(Bandra terminus) જવું હવે સરળ થશે. વેસ્ટર્ન રેલવે(Western Railway) દ્વારા ખાર રોડ સ્ટેશન પર બાંદ્રા ટર્મિનસને ઉપનગરીય નેટવર્ક સાથે જોડતો નવો સ્કાયવોક(skywalk) ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેથી હવે બહારગામથી આવતી અને બાંદ્રા ટર્મિનસથી ઉપડતી બહારની ટ્રેનોના મુસાફરોને ખાર(Khar)ને જોડતો આ સ્કાયવોકથી રાહત થશે. આ સ્કાયવોક 14 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ પહેલી જુલાઈ, 2022ના રોજ બાંદ્રા ટર્મિનસ અને ખાર રોડ વચ્ચે 4.4 મીટર પહોળા અને 314 મીટર લાંબા નવા સ્કાયવૉકને ચાલુ કરવામાં આવ્યો છે. સ્કાયવોક, બાંદ્રા ટર્મિનસ હવે મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કના ખાર રોડ સ્ટેશન સાથે સીધું જોડાયેલું છે. આ નવો સ્કાયવોક બહારના મુસાફરો માટે ખૂબ જ સુવિધાજનક રહેશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે
ઉનગરી #રેલવે સ્ટેશનનથી #બાંદ્રા ટર્મિનસ જવું સરળ થશે. #બાંદ્રા ટર્મિનસ અને #ખાર સ્ટેશનને જોડતો નવો #સ્કાયવોક તૈયાર. જુઓ #વિડિયો#mumbai #westernrailway #bandraterminus #Kharroad #newskywalk pic.twitter.com/soOAb1kcWm
— news continuous (@NewsContinuous) July 2, 2022
હવે, મુસાફરો ખાર રોડ સ્ટેશન પર ઉતરીને અને ખાર દક્ષિણ ફૂટ ઓવરબ્રીજ લઈને બાંદ્રા ટર્મિનસના કોઈપણ પ્લેટફોર્મ પર પહોંચી શકે છે, જે સ્કાયવોક સાથે જોડાયેલ છે. સ્કાયવોક બાંદ્રા ટર્મિનસ(Bandra terminus) સ્ટેશનના તમામ FOBને જોડે છે. સ્કાયવોકનો કુલ ખર્ચ અંદાજે 14 કરોડ રૂપિયા છે.
સ્કાયવોક 510 MT સ્ટ્રક્ચરલ સ્ટીલ, 20 MT રિઇનફોર્સમેન્ટ સ્ટીલ અને 240 કમ કોંક્રિટનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યું છે. આ સાથે, નાણાકીય વર્ષ 2022 – 23 માં પશ્ચિમ રેલ્વેના મુંબઈ ઉપનગરીય વિભાગમાં કુલ સાત FOB અને સ્કાયવોક કાર્યરત કરવામાં આવ્યા છે.