Site icon

અહો આશ્ચર્યમ્ !! .. ‘ફ્લેટ માત્ર મુસ્લિમોને જ વેચાશે’.. આવી જાહેરાત મુંબઈ રીયલ એસ્ટેટની એડવર્ટાઈઝમેન્ટમાં જોવા મળી છે . જાણો વિગતો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 સપ્ટેમ્બર 2020

થોડા સમય પહેલાં એવી ફરિયાદો ઉઠી રહી હતી કે હિંદુ વિસ્તારોમાં મુસલમાનોને ઘર આપવામાં આવતા નથી. પરંતુ,  તેના કરતા ઉંધી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ વેચાણકારો ની વેબસાઈટ ઉપર એવું જોવા મળી રહ્યું છે કે આ ફ્લેટ 'માત્ર મુસ્લિમોને જ વેચવામાં આવશે'. સમાજના સમીકરણો ઝડપથી બદલાઈ રહયાં છે. એક તરફ ડીજીટલ ને કારણે વિશ્વ એક બની રહ્યું છે. જ્યારે બીજી બાજુ નાતજાત, ધર્મ, સમાજ ને કારણે લોકો એકબીજા થી દુર થઇ રહયાં છે. તાજેતરમાં એક ઘર વેચાણની એડ જોવા મળી. જ્યા લખ્યુ હતું 'ફક્ત મુસ્લિમો માટે'  'ફક્ત મુસ્લિમોને મંજૂરી'.. આજકાલ ઘણા પ્રોપર્ટી પોર્ટલો પર આવી જાહેરાતો આવે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં મકાન વેચવા અથવા ભાડે આપવાની વાત આવે છે ત્યારે ખરીદનારનો ધર્મ વચમાં આવે છે. મુંબઈ અને નજીકના વિસ્તારોની વાત આવે ત્યારે આવા ઘણા બધા કિસ્સામાં જોવા મળતું હોય છે.  જ્યારે ઉપરોક્ત બાબતે બ્રોકરોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓનો જવાબ હતો  કે, “અમે કોઈને પણ ઘર વેચતી વખતે કે ભાડે આપતી વખતે કોઈ ભેદભાવ કરતાં નથી." 

મુંબઇ જેવા શહેરમાં ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં કોઈ ખાસ સમુદાયને જ ઘર ખરીદવા અથવા ભાડે આપવાની છૂટ છે. ત્યાં ઘણા બધા અવરોધો હોય છે. ઉદાહરણ તરીકે ઘણી સોસાયટી એકલી મહિલાને મકાન ભાડે આપતી નથી. અથવા તો ઘણી ઇમારતોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને  પણ મંજૂરી નથી. આ વલણ બિલકુલ નવું નથી. જેઓ માંસાહારી ખોરાક ખાતા હોય છે એ બાબત તરફ ઘણાં લોકો અને સોસાયટી પૂર્વગ્રહ પણ રાખતાં હોય છે, આમ, ઘણા કિસ્સાઓમાં ફક્ત ધર્મ, લિંગ, વૈવાહિક દરજ્જો નથી, પણ તમારી ખાવાની ટેવને કારણે તમને પસંદ કરેલા ઘરથી દૂર રાખવામાં આવે છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version