News Continuous Bureau | Mumbai
દેશની ત્રીજી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ફરી એકવાર પાટા પર દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. એક દિવસ પહેલા ભેંસ (cattle) સાથે અથડાયા બાદ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું, જે હવે રીપેર કરવામાં આવ્યું છે.
અરે વાહ બહુ સરસ, 24 કલાકમાં #વંદેભારતટ્રેન ફરી એકવાર #રીપેર થઈને દોડવા માટે તૈયાર થઈ ગઈ. ગઈકાલે ભેંસ સાથે અથડાવાને કારણે નુકસાન પહોંચ્યું હતું. જુઓ #વિડીયો અને ફોટા..#VandeBharatTrain #Accident #ahemdabad #repair #Mumbaicentral #newscontinuous pic.twitter.com/nvtgkfiiK6
— news continuous (@NewsContinuous) October 7, 2022
પશ્ચિમ રેલવે(Western Railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે, અકસ્માતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગ અને માઉન્ટિંગ બ્રેકેટને નુકસાન થયું હતું, જેને મુંબઈ સેન્ટ્રલ(Mumbai Cnetral)ના કોચ કેર સેન્ટરમાં રીપેર કરવામાં આવ્યું છે. જોકે તેના કોઈ ફંકશનલ પાર્ટ(Functional Part)ને નુકસાન થયું નથી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગર(Maninagar) જતી વખતે અકસ્માત(Accident)નો ભોગ બની હતી. બે સ્ટેશન વચ્ચેની રેલવે લાઇન પર ભેંસોનું ટોળું આવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાને કારણે ટ્રેનને થોડીવાર માટે ઘટનાસ્થળે રોકી દેવામાં આવી હતી, બાદમાં તપાસ બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન પર રવાના કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : દે ધનાધન યા ઢીશુમ-ઢીશુમ – મુંબઈની લોકલ ટ્રેનમાં ફિલ્મ શોલેના દ્રશ્યો સર્જાયા- મહિલાઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ
ઉલ્લેખનીય છે કે દેશની ત્રીજી સ્વદેશી નિર્મિત હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ છ દિવસ પહેલા ગાંધીનગર સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડી રહી છે. 