News Continuous Bureau | Mumbai
Mumbai Local નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે (Western Railway) અને મધ્ય રેલ્વે (Central Railway) એ કમર કસી છે. ૨૬ ડિસેમ્બરે રેલ્વે અધિકારીઓએ માહિતી આપી હતી કે ૧ જાન્યુઆરીના રોજ વહેલી સવારે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. આ તમામ ટ્રેનો તેના માર્ગ પરના દરેક સ્ટેશન પર ઉભી રહેશે, જેથી મુસાફરોને ઘરે પહોંચવામાં સરળતા રહે.
પશ્ચિમ રેલ્વે (ચર્ચગેટ થી વિરાર)
પશ્ચિમ રેલ્વે પર કુલ ૮ વિશેષ ફેરીઓનું આયોજન કરવામાં આવ્યું છે:
ચર્ચગેટથી ઉપડતી ટ્રેનો: વહેલી સવારે ૦૧:૧૫, ૦૨:૦૦, ૦૨:૩૦ અને ૦૩:૨૫ વાગ્યે.
વિરારથી ઉપડતી ટ્રેનો: રાત્રે ૧૨:૧૨, ૧૨:૪૫, વહેલી સવારે ૦૧:૪૦ અને ૦૩:૦૫ વાગ્યે.
મધ્ય રેલ્વે (મેઈન લાઈન અને હાર્બર લાઈન)
મધ્ય રેલ્વે પર કુલ ૪ વિશેષ ફેરીઓ દોડશે:
મેઈન લાઈન (CSMT – કલ્યાણ): CSMT થી વહેલી સવારે ૦૧:૩૦ વાગ્યે ઉપડીને ૦૩:૦૦ વાગ્યે કલ્યાણ પહોંચશે. તેવી જ રીતે કલ્યાણથી વહેલી સવારે ૦૧:૩૦ વાગ્યે ટ્રેન CSMT માટે રવાના થશે.
હાર્બર લાઈન (CSMT – પનવેલ): CSMT થી વહેલી સવારે ૦૧:૩૦ વાગ્યે ઉપડીને ૦૨:૫૦ વાગ્યે પનવેલ પહોંચશે. વળતી દિશામાં પનવેલથી પણ વહેલી સવારે ૦૧:૩૦ વાગ્યે CSMT માટે સ્પેશિયલ ટ્રેન ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : Gujarati folk tale: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને ઝરૂખોના ઉપક્રમે મુંબઈમાં યોજાયો લોકકથા ઉત્સવ
મુસાફરો માટે સૂચના
રેલ્વે તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ વધારાની સેવાઓનો લાભ લે અને સુરક્ષિત મુસાફરી કરે. સ્ટેશનો પર વધારાનો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે જેથી શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી થઈ શકે.
