News Continuous Bureau | Mumbai
બોરીવલીમાં(Borivali) એક શરમજનક ઘટના બની હતી, જેમાં એક માતા પોતાની નવજાત બાળકને(newborn baby) કચરાના ઢગલામાં(Garbage heaps) મૂકીને જતી રહી હતી. તાજા જન્મેલા બાળકને બોરીવલીના એમએચબી કોલોની(MHB Colony)પોલીસ સ્ટેશનને(Police station) કચરાના ઢગલામાંથી ઉઠાવીને તેને હોસ્પિટલમાં દાખલ(Hospitalised) કરી હતી. પોલીસ સ્ટેશને આ બાળકીને દત્તક લેવાની(Adoption) છે. બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોલીસ તેના નામે બેંકમાં ખાતુ ઉઘાડીને પૈસા જમા કરાવશે. . એ પૈસામાંથી તેનું ભણતર થશે. આમ ગુનેગારોને સજા અપાવનારી ખાખી વર્દી એક અનાથ બાળકીની માતા બનવા જઈ રહી છે.
બોરીવલી પશ્ચિમના શિવાજી નગરમાં(Shivaji Nagar) સાંઈબાબા મંદિર(Sai Baba Temple) પાસે કચરાના ઢગલામાં બે દિવસ પહેલા એક અજાણી મહિલા તેના બાળકને કચરાપેટીમાં મૂકીને ભાગી ગઈ હતી. કચરાપેટીમાં ઘણા ઉંદરો હતો. કચરાના ઢગલાની બાજુમાં બેટરીની એક દુકાન આવેલી છે. રાતના સમયે બેટરીની દુકાનનો માલિક આવ્યો ત્યારે તેને બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો. તેણે કચરાપેટી પાસે ટોર્ચની લાઈટથી તપાસ કરી હતી. ત્યારે તેને એક બાળક કપડામાં વીંટાળેલું દેખાયું હતું. કૂતરા અને બિલાડીઓ પણ કચરા પેટીની આસપાસ ફરી રહ્યા હતા. દુકાનના માલિકે તરત જ એમએચબી કોલોની પોલીસને જાણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપ્પા મોરિયા- અગલે બરસ તુ જલ્દી આ- મુંબઈમાં લાલબાગચા રાજાને અપાઈ વિદાય- ઉમટી ભક્તોની ભીડ- જુઓ વિડીયો
એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરના માર્ગદર્શન હેઠળ નિર્ભયા પથકના (Nirbhaya Pathak) સબ ઈન્સ્પેક્ટર શોભા યાદવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિર્ભયા પથકમાં રહેલી મહિલા પોલીસે બાળકને કચરામાંથી બહાર કાઢ્યું. એ દરમિયાન તેમને જણાયું કે થોડા કલાકો પહેલા જન્મેલા બાળકની નાળ પણ કપાઈ નહોતી.
પોલીસે બાળકીને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં (Shatabdi Hospital, Kandivli) સારવાર માટે દાખલ કરી હતી. બાળકીની હાલત સ્થિર છે. પોલીસે બાળકીની સંભાળ અંગે બાળ કલ્યાણ સમિતિને પત્ર લખ્યો છે. ડિસ્ચાર્જ બાદ બાળકીને બાળ કલ્યાણ સમિતિ (Child Welfare Committee) સમક્ષ રજૂ કરવામાં આવશે. જે બાદ બાળકીને અંધેરીની એક સંસ્થામાં મુકવામાં આવશે. ત્યારબાદ બાળકીનું નામ રાખવામાં આવશે.
સબ-ઇન્સ્પેક્ટર વનિતા કટવણેએ જણાવ્યું હતું કે પોલીસે તેના ભવિષ્ય માટે થોડી રકમ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. આ રકમ પોલીસ બેંકમાં FD તરીકે રાખશે. એમએચબી કોલોની પોલીસે બાળકને કચરાના ઢગલામાં છોડીને ભાગી જવાના કેસમાં અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સીસીટીવી દ્વારા અજાણી મહિલાને શોધી રહી છે. તેઓ બોરીવલી, કાંદિવલીની હોસ્પિટલમાં પણ જઈને પૂછપરછ કરી રહ્યા છે.