ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મુંબઈ મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડ સામે અનેક વિઘ્નો આવી રહ્યા છે, છતાં 2023ની તેની ડેડલાઈન પર કામ પૂરો કરવાનો નિર્ધાર મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યો છે. તેથી બહુ જલદી મુંબઈગરાને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે અને દક્ષિણ મુંબઈથી પશ્ચિમ ઉપનગરનો બાય રોડ પ્રવાસ ઝડપી પડશે.
નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં જુદા જુદા પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલ કુલ રકમના 14 ટકા કોસ્ટલ
રોડ માટે રાખ્યા છે. આગામી વર્ષ દરમિયાન પ્રોજેક્ટનું 90 ટકા કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો છે.
મુંબઈ મનપાએ સતત બીજી વખત કર્યો આ રેકોર્ડ, મુંબઈગરાને થશે મોટો ફાયદો; જાણો વિગત
પ્રિન્સેસ સ્ટ્રીટ ફલાયઓવરથી બાંદ્રા –વરલી સી લિંકના દક્ષિણ છેડા સુધીનો 10.58 કિલોમીટરનો કોસ્ટલ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટની કુલ કિંમત 8,429.94 કરોડ રૂપિયા હતી, તે તમામ કર સહિત 12,950 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અત્યાર સુધી પ્રોજેક્ટ પાછળ સાડા ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. તો પ્રોજેક્ટનું 50 ટકા કામ પૂરું થયું છે.
વર્ષ 2020માં કોવિડ અને માછીમારોના વિરોધને કારણે પ્રોજેકટના કામમાં અડચણો આવી હતી. જોકે તે વચ્ચે પણ પાલિકાએ ફરી પ્રોજેક્ટનું કામ હાથ ધર્યું હતું. ચાલુ આર્થિક વર્ષમાં કોસ્ટલ રોડ માટે બે હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, પછી તેમાં વધારો થતા સાડા ત્રણ હજાર રૂપિયા સુધી ખર્ચ થઈ ગયો છે. હવે આગામી વર્ષ માટે 3200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવાં આવી છે. ડિસેમ્બર 2022 સુધી 90 ટકા કામ પૂરો કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે.
