Site icon

જીનોમ સિક્વેન્સિંગનો ચોંકાવનારો અહેવાલ, મુંબઈમાં ત્રીજી લહેરમાં આટલા ટકા દર્દી ઓમીક્રોનના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

મંગળવાર,

મુંબઈમાં ડિસેમ્બર 2021માં કોરોનાની ત્રીજી લહેર આવી હતી. આ લહેરની પાર્શ્વભૂમિ પર પાલિકાએ નેક્સ્ટ જનરેશન જીનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટના નવમાં રાઉન્ડમાં મુંબઈમાં 95 ટકા કેસ ઓમીક્રોનના હોવાનું જણાયું છે.

આ અગાઉ જીનોમ સિક્વેન્સિંગના સાતમા રાઉન્ડના અભ્યાસમાં ઓમીક્રોનના 55 ટકા, આઠમા રાઉન્ડમાં 89 ટકા કેસ ઓમીક્રોનના હોવાનું જણાયું હતું. ટેસ્ટ કરવામાં આવેલા 190માંથી 23 દર્દીના મોત થયા હતા, તેમાં 15 લોકોએ વેક્સિન લીધી નહોતી.  મૃતકોમાં 23માંથી 21 લોકો 60 વર્ષની ઉપરના અને અન્ય બીમારી ધરાવતા લોકો છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાની ત્રણ લહેર આવી ગઈ છે. આ લહેરને નિયંત્રણમાં લાવવામાં પાલિકાને સફળતા મળી છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાનો નવો વેરિયન્ટ રહેલા ઓમીક્રોનના દર્દીમાં વધારો થયો હતો.

મુંબઈ કયા પ્રકારના વેરિયન્ટના દર્દી નોંધાઈ રહ્યા છે અને વિષાણુ નો ફેલાવો કેટલો થયો છે તેની માહિતી મેળવવા માટે પાલિકા તરફથી વખતો વખત નેક્સટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કરવામાં આવે છે.

મુંબઈમાં ચૂંટણીના છ મહિના પહેલા વોર્ડની ફેરરચના ગેરકાયદે? હાઈ કોર્ટમાં આ પક્ષોએ કરી અરજી; જાણો વિગત

પાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા નવમાં નેક્સટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગમાં 282 નમુનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 190 નમુના પાલિકા વિસ્તારના હતા. તો બાકીના નમુના મુંબઈની હદ બહારના હતા.

પાલિકા ક્ષેત્રના 190 નમુનામાંથી 94.74 ટકા એટલે કે 180 નમુનામાં ઓમીક્રોનનો વેરિયન્ટ હોવાનું જણાયું હતું 1.58 ટકા એટલે કે 3 નમુના ડેલ્ટા ડેરિવેટિવ વેરીયન્ટના અને 0.53 ટરા એટલે કે એક દર્દી ડેલ્ટા તો 3.16 ટકા એટલે કે છ દર્દી અન્ય વેરિયન્ટના હોવાનું જણાયું હતું.

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version