News Continuous Bureau | Mumbai
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની ડ્રીમ પ્રોજેક્ટ આજે સાકાર થવા જઈ રહ્યો છે. મુંબઈમાં NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર)નું આજે ઉદ્ઘાટન થવાનું છે. આ કાર્યક્રમ ત્રણ દિવસનો રહેશે.
NMACCના ઉદ્ઘાટન પહેલા, નીતા અંબાણીએ ગુરુવારે રામ નવમીના અવસર પર પરંપરાગત પ્રાર્થના કરી હતી.
આ સાંસ્કૃતિક કેન્દ્ર અંબાણી પરિવાર માટે ખાસ છે, કારણ કે નીતા અંબાણી ભારતીય કલા અને નૃત્ય (ખાસ કરીને ભરતનાટ્યમ)ના ખૂબ શોખીન છે.
મુંબઈમાં આજે ખુલશે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, ઉદ્ઘાટન પહેલા કરી ભવ્ય પૂજા, જુઓ વિડિયો.. #NitaMukeshAmbani #CulturalCentre #NMACC #BKC #mumbai pic.twitter.com/UFXAoHNr17
— news continuous (@NewsContinuous) March 31, 2023
નીતા અંબાણી એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે અને છ વર્ષની ઉંમરથી તેની સાથે સંકળાયેલી છે. NMACC, નીતા અંબાણીના સાંસ્કૃતિક કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય કલાઓને જાળવવા અને પ્રોત્સાહન આપવાનો છે. NMACCમાં 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. તેમાં એક્ઝિબિશન અને ત્રણ થિયેટર હાજર રહેશે. આમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી મોટું, 2,000 સીટ ધરાવતું ગ્રાન્ડ થિયેટર, 8,400 સ્વારોવસ્કી સ્ફટિકો સાથે અદભૂત કમળ-થીમ આધારિત ઝુમ્મર ધરાવે છે. તેમાં નાના પ્રદર્શનો અને ઇવેન્ટ્સ માટે 250-સીટનું સ્ટુડિયો થિયેટર અને 125-સીટનું ધ ક્યુબ શામેલ હશે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે Jio વર્લ્ડ સેન્ટરની અંદર આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શું આ ઉંમરે અનુજના બાળકની માતા બનશે અનુપમા? શો માં થઇ શકે છે આ સ્ટાર્સ ની એન્ટ્રી! આવી શકે છે જબરદસ્ત ટ્વિસ્ટ