News Continuous Bureau | Mumbai
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ ચર્ચામાં છે. જ્યાં અંબાણી પરિવારની એન્ટ્રીએ ચાહકોના દિલ જીતી લીધા હતા, ત્યાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સની ભાગીદારીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ હવે આ ઈવેન્ટનો એક અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં નીતા અંબાણી ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન’માં સ્પેશિયલ પરફોર્મન્સ આપતા જોઈ શકાય છે. આ પ્રદર્શન સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી રહ્યું છે.
Nita Ambani ‘s performance on Raghupati Raghav Raja Ram is graceful but wish she should have chosen original lyrics for performance pic.twitter.com/cQhvpcm9MR
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) April 1, 2023
શેર કરવામાં આવેલા વીડિયોમાં નીતા અંબાણીને સુંદર લાલ અને ગુલાબી લહેંગામાં પરફોર્મ કરતા જોઈ શકાય છે. જેમાં શ્રેયા ઘોષાલે ગાયેલું ‘રઘુ પતિ રાઘવ રાજા રામ’ ગીત વાગી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ભારત-રશિયા વેપાર: ક્રૂડ ઓઇલની રમત, ભારત-રશિયાએ અધધ આટલો બધો વેપાર કરી રેકોર્ડ બનાવ્યો
તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારના આ સ્પેશિયલ ઈવેન્ટમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ અને ઘણા બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ સિવાય આ ખાસ અવસર પર આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.