News Continuous Bureau | Mumbai
Nitesh Rane AIMIM Rally : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રામગિરિ મહારાજ અને બીજેપી નેતા નિતેશ રાણે વિરુદ્ધ કાર્યવાહીની માંગનો મુદ્દો જોર પકડી રહ્યો છે. AIMIMએ છત્રપતિ સંભાજી નગરથી તિરંગા રેલી કાઢી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. જોકે પોલીસે મુંબઈમાં ઓવૈસીની પાર્ટી AIMIMના સમર્થકો પર લાઠીચાર્જ કર્યો હતો.
Satisfying video from Mumbai : Hundreds of radical IsIamists and AIMIM supporters raising STSJ slogans against Saint Ramgiri Maharaj & Nitesh Rane were trying to enter Mumbai, got beaten like dogs by Maharashtra police..
Well done @Dev_Fadnavis ji 👏🏻😂 pic.twitter.com/wsP25evB4s
— Mr Sinha (@MrSinha_) September 25, 2024
Nitesh Rane AIMIM Rally : રેલીનું નેતૃત્વ ઈમ્તિયાઝ જલીલ અને વારિશ પઠાણે કર્યું
વાસ્તવમાં રેલીમાં સામેલ લોકો મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા મુંબઈ જવા માંગતા હતા. તેઓ સીએમ પાસે બીજેપી ધારાસભ્ય નિતેશ રાણે અને સંત રામગીરી મહારાજ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. રેલીનું નેતૃત્વ એઆઈએમઆઈએમના પૂર્વ સાંસદો ઈમ્તિયાઝ જલીલ અને વારિશ પઠાણે કર્યું હતું.
Nitesh Rane AIMIM Rally : પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો
વિરોધ પ્રદર્શન દરમિયાન, AIMIM કાર્યકરોએ થાણેના આનંદ નગર જકાત બ્લોક પાસે પોલીસ સાથે દલીલ કરી હતી. ત્યારબાદ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. રેલી દરમિયાન મુંબઈના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે રેલીને થાણેથી પાછી ફેરવી હતી. પરંતુ તેમના કેટલાક જેહાદી માનસિકતાના કાર્યકરોએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. આ કારણોસર, પોલીસે આ વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Nitesh Rane AIMIM Rally : હિન્દુ સંત રામગીરી-નિતેશ રાણે સામે AIMIMનો હલ્લાબોલ, મુંબઈના રસ્તાઓ પર ચક્કા જામ; જુઓ વીડિયો
फक्त इतकेच..
इतके पोहे तर आम्ही रोज सकाळी नाशत्यात खातो !
— Nitesh Rane (@NiteshNRane) September 24, 2024
Nitesh Rane AIMIM Rally : નિતેશ રાણે અમે નાસ્તામાં આટલું ખાઈએ છીએ
AIMIM નેતાએ કહ્યું- BJP રમખાણો કરાવવા માંગે છે AIMIM નેતા વારિસ પઠાણે નિતેશ રાણેનો વીડિયો શેર કર્યો અને આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસા કરવા માંગે છે. નિતેશ રાણેનું ભાષણ ભડકાઉ છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નીતીશ રાણેએ કહ્યું- અમે નાસ્તામાં આટલું ખાઈએ છીએ, બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેએ AIMIMની રેલીમાં હાજરી આપનાર ભીડની તુલના પોહા સાથે કરી છે. નીતીશે ભીડની તસવીર અને પોહાની તસવીર સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું – ‘અમે નાસ્તામાં આટલું ખાઈએ છીએ.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)