કળા અને સંસ્કૃતિનો સંગમ એટલે એનએમએસીસી, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રજુ થશે ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’..

by kalpana Verat
કળા અને સંસ્કૃતિનો સંગમ એટલે એનએમએસીસી, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રજુ થશે 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક'..

 News Continuous Bureau | Mumbai

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)માં બ્રોડવેના સૌથી વધુ સફળ અને લોકપ્રિય સંગીતમઢ્યા નાટક – ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની રજૂઆત થવાની છે.

આ શૉને સાત વખત ટોની ઍવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એની પ્રસ્તુતિ દ્વારા ભારતમાં સંગીતમઢ્યા નાટકની સાથે સાથે ઇન્ટરનૅશનલ બ્રોડવેનો પણ પ્રારંભ થવાનો છે.

1930ના દાયકાના ઑસ્ટ્રિયા દેશની પાર્શ્વભૂમાં આ શૉ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં સંઘર્ષની સ્થિતિ સામે લડીને મનુષ્યે મેળવેલા વિજયની ભાવનાનું નિરૂપણ સંગીત દ્વારા તથા પ્રેમ અને સુખની લાગણી સાથે કરવામાં આવ્યું છે. આ નીવડેલી કૃતિમાં 26 સુપ્રસિદ્ધ ગાયનો છે, જેમાં ‘માય ફેવરિટ થિંગ્સ’, ‘ડુ રી મી’, ‘ધ હિલ્સ આર અલાઇવ’ અને ‘સિક્સટીન ગોઇંગ ઓન સેવન્ટીન’નો સમાવેશ થાય છે

આ મહત્ત્વપૂર્ણ પ્રસંગ નિમિત્તે એનએમએસીસીના સ્થાપક અને ચૅરપર્સન શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ કહ્યું હતું, “ભારતમાં પ્રથમવાર એનએમએસીસી ખાતે ઇન્ટરનૅશનલ બ્રોડવેની રચના – ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની રજૂઆત કરતા અમને ઘણો હર્ષ થઈ રહ્યો છે. અમે ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ’ મારફતે ભારતની શ્રેષ્ઠ કૃતિ અગાઉ દર્શાવી ચૂક્યા છીએ અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ખ્યાતિ અને કળારસિકોનો સ્નેહ પામી ચૂકેલી કૃતિ ભારતમાં રજૂ કરવાનો રોમાંચ અનુભવી રહ્યા છીએ.”

એમણે વધુમાં કહ્યું હતું, “કળા દ્વારા મનુષ્યોમાં આશાનો સંચાર થાય છે અને સુખની લાગણી પ્રસરે છે એવું હું પહેલેથી માનતી આવી છું. ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ આનંદપૂર્ણ અને કદી જૂની નહીં થનારી કૃતિ છે. મને આશા છે કે મુંબઈ અને ભારતના લોકો પોતપોતાના પરિવારજનો સાથે આવીને આ સંગીતસભર રચનાનો આનંદ લેશે.”

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર ભાજપની નવી કારોબારીની જાહેરાત, મોટા ફેરફારો કરવામાં આવ્યા

અહીં નોંધનીય છે કે એનએમએસીસી ખાતેના ધ ગ્રેન્ડ થિયેટરમાં 2,000 દર્શકો બેસી શકે એટલી ક્ષમતા છે. આવા સંગીતમય નાટકની રજૂઆત માટેના આ ઉત્તમ સ્થળે દર્શકો 1930ના દાયકાના ઑસ્ટ્રિયાના પરિવેશમાં પહોંચી જશે. એમાં સુંદર મંચસજ્જાની સાથે સાથે લાઇવ ઓર્કેસ્ટ્રા અને લાઇવ ગાયન રજૂ કરવામાં આવશે.

‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ પ્રેમ, હાસ્ય અને સંગીતનું એવું સુંદર મિશ્રણ રજૂ કરે છે, જે દર્શકો માટે લહાવો બની જશે. આ વર્ષે ભારતની બહાર ગયા વગર આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવા માટેનો આ કાર્યક્રમ બની રહેશે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ને માણવા માટે www.nmacc.com અથવા www.bookmyshow.com પર ત્વરિત ટિકિટ બુક કરાવો.

 About the Nita Mukesh Ambani Cultural Centre (NMACC)

The Nita Mukesh Ambani Cultural Centre is a first-of-its-kind, multi-disciplinary space in the sphere of arts, within the Jio World Centre, located in the heart of Mumbai’s Bandra Kurla Complex. 

The Cultural Centre is home to three performing arts spaces: the majestic 2,000-seater Grand Theatre, the technologically advanced 250-seater Studio Theatre, and the dynamic 125-seater Cube. The Cultural Centre also features the Art House, a four-storey dedicated visual arts space built as per global museum standards with the aim of housing an array of exhibits and installations from the finest artistic talent across India and the world. 

Spread across its concourses is a captivating mix of public art by renowned Indian and global artists, including ‘Kamal Kunj’ – one of the largest Pichwai paintings in India. 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More