News Continuous Bureau | Mumbai
બોરીવલીના(Borivali) સંજય ગાંધી નેશનલ પાર્કની(Sanjay Gandhi National Park) આજુબાજુના લગભગ એક કિલોમીટરના પરિસરમાં હવે નવા બાંધકામ માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) સંરક્ષિત જંગલની જમીનની આસપાસ બાંધકામ પ્રવૃતિઓને(Construction activities) અંકુશમાં લાવવા સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના(Supreme Court) જૂનના આદેશનું પાલન કરવાનું નક્કી કર્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક સંરક્ષિત જંગલ કે રાષ્ટ્રીય ઉદ્યાન(Protected forest or national park) અથવા વન્યજીવ અભયારણ(Wildlife Sanctuary) છે, તેમાં આવા સંરક્ષિત જંગલની સીમાંકિત સીમાથી ઓછામાં ઓછા એક કિલોમીટરનો ઈકો સેન્સિટિવ ઝોન(Eco Sensitive Zone) (ESZ) હોવો આવશ્યક છે, જેમાં ફેબ્રુઆરી 2011ની માર્ગદર્શિકામાં પ્રતિબંધિત અને નિર્ધારિત પ્રવૃતિઓનું સખત રીતે પાલન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : બેસ્ટની બસની લાંબી લાઈનમાં ઉભા નથી રહેવું- ફટાફટ ઓફિસે પહોંચવું છે- તો કરો આ કામ
2016ના ગેઝેટ નોટિફિકેશનને પગલે રાજ્યએ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ ESZમાં વિકાસ કાર્યોને મંજૂરી આપવા માટે BMCના એડિશનલ કમિશનર(પ્રોજેક્ટ)ની અધ્યક્ષતામાં એક નિરીક્ષણ સમિતિની રચના કરી હતી. મંજૂરી માંગતા જુદા જુદા પ્રોજેક્ટ પર વિચારણા કરવા માટે સમિતિની જુલાઈ 25ના યોજાયેલી બેઠકમાં સહમતીએ નક્કી કરવામાં આવ્યું હતું કે 3 જૂનના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઈ નવી દરખાસ્ત પર વિચાર કરી શકાય નહીં. આ મામલે સરકારનું માર્ગદર્શન લેવાનું પણ નક્કી કર્યું હતું. ફોરેસ્ટ કમિશનરે BMC કમિશનરને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે BMC દ્વારા કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (Commencement Certificate) આપવામાં આવ્યું છે, પરંતુ કમિટી દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી, તેવા કિસ્સામાં પ્રમાણપત્ર રદ કરવામાં આવે.
એવા કેસમાં કે જ્યાં સમિતિએ મંજૂરી આપી હોય તેવા પ્રોજેક્ટમાં સંબંધિતે નાગપુરમાં પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને(Principal Chief Conservator of Forests) નવેસરથી અરજી કરવાની રહેશે અને આદેશના છ મહિનાની અંદર પરવાનગી મેળવવાની રહેશે. ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસરે તમામ પાલિકાના કમિશનરોને એક કિલોમીટરની અંદર કોઈ પણ નવી દરખાસ્તોને મંજૂરી નહીં આપવાનો નિર્દેશ આપ્યો હતો