ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાની ફેબ્રુઆરી, 2022માં થનારી ચૂંટણી પાછી ઠલવાઈ જવાની શક્યતા છે. એનું કારણ મહારાષ્ટ્રના રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર હસન મુશરીફે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લગતી કરેલી જાહેરાત છે.
સોમવારે હસન મુશરીફે કહ્યું હતું કે કોવિડ-19ના જોખમને પગલે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં 70 ટકા નાગરિકોને રસી અપાતી નથી ત્યાં સુધી કોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવશે નહીં.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી 2022માં થવાની છે. આ સમય દરમિયાન કોરોનાની પરિસ્થિતિ શું હશે ખબર નથી, પરંતુ રાજ્યની સાડાબાર કરોડની વસતિને ઝડપથી વેક્સિન આપવું એ ભગીરથ કાર્ય છે. એમાં પાછા કોરોનાના વાયરસના નવા મ્યુટન્ટને કારણે કોરોનાની પરિસ્થિતિ પર અત્યારથી આગાહી કરવી સરળ નથી. જ્યાં સુધી રાજ્યના 70 ટકા નાગરિકોને વેક્સિન અપાતી નથી, ત્યાં સુધી કોઈ સ્વરાજ્યનીચૂંટણી યોજવામાં આવશે નહીં એવી જાહેરાત હસન મુશરીફે સોમવારે કોલ્હાપુરમાં કરી હતી.
સાવધાન! મુંબઈમાં દસ્તક થઈ ગઈ છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વાયરસની
અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે મુંબઈની નજીક આવેલા વસઈ-વિરાર મહાનગરપાલિકાની ચૂંટણી પાછળ ઠલવાઈ ગઈ છે, તો રાજ્યનાં બીજાં અનેક શહેરોમાં પણ આવી જ હાલત છે.