News Continuous Bureau | Mumbai
આગામી દિવસોમાં યોજાનાર મુંબઈ મહાનગરપાલિકા ની ચૂંટણીને(BMC Election) ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રોપર્ટી ટેક્સ(Property tax) માં કોઈ વધારો કરવામાં આવશે નહીં, એવી જાહેરાત ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) કરી હતી. એટલે કે મુંબઈગરાને વધુ એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સના વધારાથી રાહત મળી છે.
મુખ્યમંત્રી શિંદેની આ જાહેરાતને કારણે પાલિકાને કરોડો રૂપિયાની આવકથી હાથ ધોવા પડશે. રાજ્ય સરકારના(State Govt) નવા રેડીરેકનર મુજબ જો પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોત તો પ્રોપર્ટી ટેક્સમાં 10 થી 14 ટકા સુધીનો વધારો થવાની શક્યતા હતી.
મુંબઈ મહાનગરપાલિકાએ આ વેરામાં વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરી હતી. જો આ કર વધારો લાગુ કરવામાં આવ્યો હોય તો એપ્રિલ 2022થી મુંબઈકરોને બિલ મોકલવામાં આવત એવું કહેવામાં આવે છે. જોકે ગુરુવારે મુખ્યમંત્રી શિંદેએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટેક્સમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં 500 ચોરસ ફૂટના મકાનો માટે મિલકત વેરો માફ કર્યો હોવાથી, પાલિકાએ રૂ. 4,500 કરોડનો બોજ ઉઠાવવો પડશે. આથી પાલિકાએ મિલકત વેરો વધારવાની દરખાસ્ત તૈયાર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : કાંદીવલી પોલીસની મોટી કાર્યવાહી- મામૂલી રકમમાં ધર્મ બદલીને બનાવટી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ કર્યો પર્દાફાશ
મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત જકાત હતો. તે જકાતમાંથી લગભગ આઠ હજાર કરોડ રૂપિયા પાલિકાને મળતા હતા. જકાત બંધ થયા બાદ નગરપાલિકાઓને રાજ્ય સરકાર તરફથી જીએસટીની મદદથી સબસિડી મળી રહી છે. તેથી, હાલમાં પાલિકા પાસે મિલકત વેરો એ જ મોટો નાણાકીય આધાર છે. 2022-23માં પાલિકાને પ્રોપર્ટી ટેક્સમાંથી અંદાજે 7 હજાર કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. જો કે મિલકત વેરો ન વધારવાના આદેશના કારણે પાલિકાની આવકને કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે.
દર પાંચ વર્ષે પાલિકા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરે છે. ગત વર્ષ 2015માં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. તે પછી, 2020 માં વધારો થવાનો હતો. પરંતુ કોરોનાના કારણે ટેક્સ વધારવાના નિર્ણયમાં વિલંબ થયો હતો. ગત વર્ષે 2021માં પાલિકાએ આગામી ચાર વર્ષ એટલે કે 2025 સુધી મિલકત વેરો 14 ટકા વધારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સત્તાધારી શિવસેના સહિતના રાજકીય પક્ષોએ કોરોનાને કારણે આ ટેક્સ વધારાનો વિરોધ કર્યો હતો. તેથી ટેક્સમાં વધારો થઈ શક્યો નથી. મ્યુનિસિપલ વહીવટીતંત્રે(Municipal Administration) 1 એપ્રિલ, 2022 થી પૂર્વવૃત્તિથી મિલકત વેરો 10 થી વધારીને 14 ટકા કરવાનો નિર્ણય લીધો છે. તેવી દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) ઈકબાલસિંહ ચહલને(Iqbal Singh Chahal) પણ વહીવટી મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત હવે પેન્ડિંગ છે.