News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ગત 1 એપ્રિલથી કોવિડના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. તેથી, જ્યારે રાજ્ય હવે કોવિડ મુક્ત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે કોવિડના બે નવા વાયરસ રાજ્યમાં પ્રવેશ્યા છે. હવે ફરી એકવાર રાજ્યમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે કે કેમ તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેનું નિવેદન સામે આવ્યું છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાજેશ ટોપે કહ્યું કે, "આરોગ્ય વિભાગ 'XE' વેરિયન્ટ પર કોઈ પુષ્ટિ કરી શક્યું નથી કારણ કે અત્યાર સુધી NIB (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજીકલ) નો કોઈ રિપોર્ટ આવ્યો નથી. સાથે જ તેમણે કહ્યું કે, માહિતી અનુસાર, 'XE' પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટ કરતાં 10% વધુ ચેપી છે જે ફ્લૂ જેવું છે. રિપોર્ટ આવ્યા બાદ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.
આ સમાચાર પણ વાંચો : મોટો ચુકાદો : પિતાના અવસાન બાદ અનુકંપાના આધારે પરણિત દીકરીને નોકરી આપવાનો સુપ્રીમે કર્યો ઈનકાર, જાણો શું છે કારણ..
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે મીડિયામાં સમાચાર વહેતા થયા હતા કે, ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં પ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. આ વેરિઅન્ટ ખતરનાક હોવાનું વર્લ્ડમાં સાબિત થતા ભારતમાં ચિંતાના વાદળ ઘેરાયા હતા પરંતુ મીડિયા રિપોર્ટના દાવાના થોડા કલાક બાદ કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું હતું કે દેશમાં એક્સઈ વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી.