ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાનો અજબ કારભાર છે. ચર્ની રોડમાં રેલ્વે સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજ તો ઊભો કરી દીધો છે. પરંતુ તેના પર છત નાખવામાં જ આવી નથી. તેથી ભરચોમાસામાં તો લોકો છત નગર જ પૂલનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ઓક્ટોબરની હિટમા પણ નાગરિકો આ છત વગરનો પુલનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.
પુલ ઉપર છત નહીં નાખવા માટે પાલિકાએ આપેલા કારણ પણ ગળે ઉતરે તેમાના નથી. પાલિકાના કહેવા મુજબ અહીં પુલ પર છત નાખવાથી ફેરિયાઓ ગેરકાયદે રીતે પુલ પર અડિંગો જમાવી દેશે. એ સાથે જ ભિખારીઓ અને ચરસીઓ પણ દિવસ રાત તેના પર પડયા રહેશે.
NCPના આ નેતાએ NCBના અધિકારી સમીર વાનખેડેને આપી આ ધમકીઃ જાણો વિગત.
ચર્ની રોડ સ્ટેશન પાસેના જૂનો પુલ સીધો ડો.ભાલેરાવ માર્ગથી કેળેવાડીથી ગિરગા જતો હતો. જોકે નવો પૂલ બનાવ્યા બાદ પણ પ્રવાસીઓને મહર્ષી કર્વે રોડ પરથી રસ્તો ક્રોસ કરીને કેળેવાડીથી ગિરગામ જવું પડે છે. કર્વે રોડ પરના ટ્રાફિકમાંથી રસ્તો કાઢીને જવું એટલે માથાનો દુખાવો છે.
અગાઉ નવો પુલ બાંધતા સમયે તેના પર છત નાખવાનું આશ્ર્વાસન પાલિકાએ આપ્યું હતું. જોકે ખાસ્સો સમય નીકળી ગયા બાદ પણ હવે છત નાખવાનું નામ નથી.