Site icon

મુંબઈની એર કંડિશન લોકલમાં ભીડ વધી પણ આની માટે ટીસી જવાબદાર છે

Crowd of ticketless people in AC local of Mumbai, pass holders are facing trouble, big question for railways

Crowd of ticketless people in AC local of Mumbai, pass holders are facing trouble, big question for railways

News Continuous Bureau | Mumbai

મુંબઈની પશ્ચિમ(West) અને મધ્ય રેલવેમાં(Central Railway) એરકન્ડિશન્ડ રેલવે ટ્રેનો(Air-conditioned railway trains) (એસી લોકલ)(AC Local) શરૂ કરવામાં આવી હોવા છતાં હવે આ ટ્રેનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ આ ભીડ પાસ ધારકો અને ટીકીટ ધારકોની નથી પરંતુ સવારે અને રાતના સમયે ટિકિટ વગર મુસાફરી કરતા લોકોની વધુ હોવાનું સામે આવી રહ્યું છે. એસી લોકલમાં આ ઘસારો ટિકિટ ચેકર (TC)ની બેદરકારીને કારણે વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે(Western Railway) પર 15 ઓક્ટોબર 2021થી પ્રથમ એસી લોકલ સેવા શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ મધ્ય રેલવે(Central Railway) પર 17 ડિસેમ્બર 2021 થી એસી લોકલ સેવા(Local train  service) શરૂ કરવામાં આવી છે. આ બંને રૂટ પર એસી લોકલને ઓછો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી ટિકિટના ભાવમાં(Ticket fare) અડધોઅડધ ઘટાડો કરીને ભાડું વસુલવા નો નિર્ણય લેવાયો છે. પરંતુ માસિક પાસની(Monthly pass) રકમ માં કોઈ ફેરફાર થયો ન હતો. ટિકિટના ભાવ અડધા થવાને કારણે એસી લોકલ માં ભીડ વધવા લાગી છે અને હવે ટ્રેનોની સંખ્યા વધવા લાગી છે, ઘણા લોકોએ માસિક પાસ પણ ખરીદ્યા છે. તેથી ભીડના સમયમાં એસી લોકલ ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ

શરૂઆતમાં, AC લોકલમાં ટીસી એ રીતે તૈયાર રાખવામાં આવ્યા હતા કે  ટિકિટ વિનાના મુસાફરો આ લોકલમાં પ્રવેશવાની અને મુસાફરી કરવાની હિંમત પણ ન કરે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એવું જોવા મળી રહ્યું છે કે ટ્રેનમાં ભીડ વધી રહી છે. પરંતુ પાસ ધારકો અને ટીકીટ ધારકોને(Ticket Holders) બદલે સવાર અને રાત્રીના સમયે ટીકીટ વગરના પ્રવાસીઓની સંખ્યા વધુ જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે પહેલા લોકલમાં ટીસી કાયમ રહેતા હતા પરંતુ હવે સવારના અને રાતના ટીસી આવતા   ન હોવાને કારણે  મુસાફરોની હિંમત વધી ગઈ છે. સવારે અગિયાર પછી અથવા અંધેરી(Andheri) અને દાદર(Dadar) પછી જ ટીસી જોવા મળે છે. પરંતુ વિરારથી(Virar) આવતા તમામ મુસાફરો પહેલા અંધેરી ઉતરે છે. જેથી ટિકિટ ધારકોને ભીડમાંથી પસાર થવું પડે છે. બપોરના સમયે જ્યારે ટ્રેનમાં ભીડ ન હોય ત્યારે ટીસીઓ આસપાસ જઈને ટીકીટ ચેક કરતા હોય છે પરંતુ તેનો કોઈ ફાયદો નથી.

મુસાફરોના જણાવ્યા મુજબ સવારથી ટીસી આ લોકલમાં રહે તો પણ પાસ ધારકો અને ટિકિટ ધારકો ભીડ વગર યોગ્ય રીતે મુસાફરી કરી શકશે. પરંતુ આ સમયે ટીસી( એસી લોકલ માં નથી એવા વિચારને કારણે એસી લોકલ ફર્સ્ટ ક્લાસ કોચ(AC Local First class coach) જેવી જ બની ગઈ છે. ફર્સ્ટ ક્લાસ પાસની સરખામણીમાં એક હજારથી દોઢ હજાર રૂપિયાની ગણતરી કરવામાં આવી રહી છે તો રેલવે પ્રશાસને દરેક રાઉન્ડમાં ટીસીની જાળવણી કરવી જોઈએ, તેવી પણ મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. વિરાર થી ઉપડતી સવારની ટ્રેનો અને સાંજે 6 વાગ્યા પછી ઉપડતી દરેક ટ્રેનમાં ભીડ વધી રહી છે. આવી જ સ્થિતિમાં એસી લોકલ ના મુસાફરો થાણે, ડોમ્બિવલી, કર્જત, કલ્યાણ વગેરે જતી ટ્રેનો અંગે ફરિયાદ કરી રહ્યા છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બંને રેલવે પ્રશાસન કોઈ નક્કર નિર્ણય લઈ ટીસીની સેવા ચાલુ રાખે તો એસીમાં ભીડ ઓછી થશે.

આ સમાચાર પણ વાંચો : કાંદીવલીમાં યુવકને કચડવા બદલ બેસ્ટનો ડ્રાઈવર જવાબદાર- હવે ચાલશે મુકદમો

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version