183
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ,
તા. ૧૮/૦૭/૨૦૨૧, રવિવાર
મુંબઈ શહેરમાં પડેલા અનરાધાર વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ છે. ગતરાત્રે ભાંડુપ વિસ્તારમાં આવેલા પંપીંગ સ્ટેશન માં વીજ પુરવઠો ખંડિત થવા ને કારણે કાંદીવલી વિસ્તારમાં પાણી આવ્યું નથી. મુંબઈ શહેરના આર સાઉથ વોર્ડ આખા માં પાણી નહીં આવે. એટલે કે કાંદિવલી પૂર્વ અને કાંદિવલી પશ્ચિમ માં પણ પાણી નહીં હોય.
મુંબઈ મહાનગરપાલિકાએ હજી એ વાતની સ્પષ્ટતા કરી નથી કે પાણી પુરવઠો ક્યારથી પૂર્વવત્ થશે. જોકે ભાંડુપ પંપીંગ સ્ટેશન માં વીજ પુરવઠો આવી ચૂક્યો છે એટલે એવી શક્યતા વરતાવવામાં આવે છે કે આવતીકાલથી પાણી રાબેતા મુજબ આવશે.
You Might Be Interested In