296
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
09 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈ શહેરના દક્ષિણ છેડે આવેલા મરિન ડ્રાઇવ વિસ્તાર ને પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ખામી સર્જાવાને કારણે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સમારકામ શરૂ કરાયું છે.
આ સમારકામ આગામી બે દિવસ ચાલશે જેને કારણે મરીન ડ્રાઈવ પર દરિયાકાંઠે રહેલી ઇમારતોને પાણી નહીં આપવામાં આવે.
મરીન ડ્રાઈવ પર આશરે ૫૦ જેટલી ઇમારતો આવી છે જેમાં મુંબઈ શહેરના સૌથી ધનિક લોકો રહે છે. અહીં મહાનગરપાલિકાએ પાઇપલાઇનનું સમારકામ શરૂ કર્યું હોવાને કારણે પાણી સપ્લાય બંધ કર્યો છે. એવું એક અખબારી યાદીમાં મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.
You Might Be Interested In
